ગુજરાત

‘મોદી’ અટક મામલે રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થશે

  • કોર્ટે 17 માર્ચના રોજ આ કેસ પર સુનવણી પૂર્ણ કરી હતી
  • ચુકાદા સમયે રાહુલ ગાંધી કોર્ટમાં રહેશે હાજર
  • ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે. પક્ષના નેતાઓએ ગઈકાલે કહ્યું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુરતમાં કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત આવશે. તેમજ કોર્ટમાં કેસના ચુકાદા સમયે હાજર રહેશે. 17 માર્ચના રોજ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો માટે 23 માર્ચના રોજ સુનવણી કરવામાં આવશે. આ માટે રાહુલ ગાંધી સીધા સુરત એરપોર્ટ જશે. તે સાથે જ આ કેસની સુનવણીને પગલે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં સુરત પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો : Happy Birthday Smriti Irani: એક્ટિંગની દુનિયાથી પહોંચ્યા રાજકારણની ટોચ પર

ગુજરાત કોંગ્રેસના નેતા હાજર રહેશે

રાહુલ ગાંધીના આગમનને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, AICC ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને ધારાસભ્યો સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સુરતમાં હાજર છે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું હતું કે ચુકાદો સંભળાવશે ત્યારે કોંગ્રેસના નેતા પણ હાજર રહેશે.

મોદી સરનેમ બદનક્ષી કેસ - Humdekhengenews

શું છે સમગ્ર મામલો ?

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટક કોલારમા કહ્યું હતુ કે, ‘બધા ચોરોના અટક મોદી કેમ ?’ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સુરચ પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમજ તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મોદી સમુદાયનું અપમાન કર્યું છે. ત્યારબાદ આ સમગ્ર મામલો સુરત કોર્ટ સુધી પહોંચ્યો હતો. માટે રાહુલ ગાંધીને 9 જુલાઈ 2020ના રોજ સુરત કોર્ટમાં હાજર થવાનું હતું. આ વર્ષની શરુઆતમાં પૂર્ણેશ મોદીએ કેસની વહેલી તકે સુનવણી મીાટે ગુજરાત હાઈકોર્ટનો સહારો લીધો હતો. ત્યારબાદ હાઈકોર્ટે સુરચ કોર્ટમાંથી ઝડપી સુનવણી કરવાનો આદેશ આપતી ઉપલી કોર્ટમાં સુનવણી માટેની અરજી ફગાવી દીધી હતી. જે બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી સુરતમાં આ કેસની સુનવણી ચાલી રહી હતીય જેમાં બંને પક્ષે દલીલો કરવામાં આવી હતી. તેમજ સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માએ ચુકાદા માટે ની 23 માર્ચ તારીખની જાહેર કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં વૃક્ષારોપણના AMCના દાવા પોકળ, જાણો શું છે સત્ય

કોંગ્રેસે આ કેસની તુલના કરી શહીદ દિવસ સાથે

કોંગ્રેસ પક્ષે રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસને દબાવવાના પ્રયાસ સાથે સુરત સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. બદનક્ષીના કેસમાં ચુકાદા સમયે રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર રહેશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ પણ કોર્ટની બહાર હાજર રહેશે. કોંગ્રેસે ભાજપના ધારાસભ્ય દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની તુલના મહાન ક્રાંતિકારી શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી સાથે કરી છે. પાર્ટીએ આ મુદ્દે રાહુલ ગાંધીને સમર્થન અને પ્રોત્સાહન આપવા સુરત ખાતે બોલાવ્યા છે. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસ ભાજપ અને આરએસએસ સામે લડી રહી છે. આવી સ્થિતિમાં સુરત પહોંચો અને તેમને શક્તિ આપો. ભારત જોડો યાત્રા પૂરી કરીને રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાત પહોંચશે. કોંગ્રેસે આ માટે એક પોસ્ટર બહાર પાડ્યું છે. જેમાં લખ્યું છે કે ‘કોંગ્રેસ નમશે નહીં’. રાહુલ ગાંધી સવારે 10 વાગે સુરત પહોંચે તેવી શક્યતા છે. તે એરપોર્ટથી સીધા જ કોર્ટ જશે અને કોર્ટની કાર્યવાહી દરમિયાન ત્યાં હાજર રહેશે.

Back to top button