ગુજરાતટોપ ન્યૂઝ

રાહુલ ગાંધી 12 જૂને ફરી ગુજરાતના પ્રવાસે, દક્ષિણ ગુજરાતના ચારણવાડામાં જાહેરસભા સંબોધશે

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ પક્ષ અત્યારથી જ પોતપોતાની રીતે જોર લગાવી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે. રાહુલ ગાંધી 12મી જૂને દક્ષિણ ઝોનના વાંસદા ખાતે આદિવાસી સત્યાગ્રહ સંમેલનને સંબોધશે અને ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંકશે. ગત મહિને જ રાહુલ ગાંધી ઉતર ગુજરાતમાં દાહોદના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આદિવાસી કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા.

ગત મહિને જ રાહુલ ગાંધી ઉતર ગુજરાતમાં દાહોદના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આદિવાસી કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા

વિધાનસભા ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના ચાર ઝોનમાં સંમેલન રાખવાનું નક્કી કર્યું છે. સૌરાષ્ટ્ર કચ્છનું સંમેલન પણ જૂન મહિનામાં જ યોજાવાનું છે અને તેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

12 જૂને રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના મતદાતાઓને સંબોધશે
12 જૂને રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે.  દક્ષિણ ગુજરાતના વાંસદાના ચારણવાડા ખાતે જાહેર સભા યોજાશે. રાહુલ ગાંધીની હાજરીમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે. એક મહિનાની અંદર રાહુલ ગાંધી બીજીવાર ગુજરાતના પ્રવાસે આવશે. મિશન 2022 માટે રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

Back to top button