ટોપ ન્યૂઝનેશનલ

નેપાળના પ્રખ્યાત પબમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, વીડિયો જાહેર કરી ભાજપે નિશાન સાધ્યું

Text To Speech

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ નેપાળની મુલાકાતે છે. રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કાઠમાંડુની નાઈટક્લબમાં જોવા મળ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. મળતી માહિતી મુજબ આ વીડિય Lord of the Drinks Nepalનો છે.

ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું, રાહુલ ગાંધી શું કરી રહ્યાં છે. તે તેમની અંગ બાબત છે, પરંતુ જ્યારે રાજસ્થાનના જોધપુરમાં હિંસા થઈ રહી છે. અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. રાજસ્થાન સળગી રહ્યું છે, તે અંગે ચિંતા વ્યક્ત કરવાને બદલે રાહુલ ગાંધી નેપાલમાં નાઈટક્લબમાં પાર્ટી કરતા જોવા મળે છે. જ્યારે તેમને ભારતના લોકોની સાથે તેમની સમસ્યાઓ અંગે જાણવું જોઈએ.

પૂનાવાલાએ વધુમાં કહ્યું- કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે, પરંતુ રાહુલ ગાંધીની પાર્ટી તો આમ જ ચાલશે. તેઓ રાજનીતિમાં ગંભીર નથી. જ્યારે તેમની પાર્ટી અને દેશના લોકોને તેમની જરૂરિયાત છે, ત્યારે તેઓ નેપાળમાં પાર્ટી કરી રહ્યાં છે.

પાર્ટી-હોલિડે દેશ માટે નવી વાત નથીઃ કિરેન રિજિજૂ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતા કટાક્ષ કર્યો કે, વેકેશન, પાર્ટી, હોલિડે, પ્લેઝર ટ્રિપ, પ્રાઈવેટ ફોરેન વિઝિટ જેવી વસ્તુ હવે દેશ માટે કોઈ નવી વાત નથી.

કપિલ મિશ્રાએ સાધ્યું નિશાન
તો ભાજપના અન્ય નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરી કહ્યં, આ રાહુલ ગાંધીની અંગત જીવનનો મામલો નથી. તેમને પૂછ્યું, રાહુલ ગાંધી કોની સાથે છે? શું ચીનના એજન્ટોની સાથે છે? શું રાહુલ ગાંધી જે ટ્વીટ કરે છે સેના વિરૂદ્ધ તેઓ ચીનના દબાણમાં કામ કરે છે? સવાલ તો પૂછાશે, સવાલ રાહુલ ગાંધીનો નથી દેશનો છે.

Back to top button