ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધીને ઉસ્માનિયા યુનિવર્સિટી જવાની મંજૂરી ન મળી, વિરોધ શરૂ; કોંગ્રેસે TRS પર સાધ્યું નિશાન

Text To Speech

હૈદરાબાદમાં આવેલી ઉસ્માનિયા યુનિવર્સિટીને લઈને વિવાદ ઊભો થયો છે, કેમકે કથિત રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 7 મેનાં રોજ એક બિન રાજકીય કાર્યક્રમ માટે યુનિવર્સિટીમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. જો કે યુનિવર્સિટીએ લેખિત રીતે આયોજકને પોતાના નિર્ણય અંગે જાણ નથી કરી, પરંતુ ઓસ્માનિયા યુનિવર્સિટીની કાર્યકારી પરિષદે શનિવારે કથિત રુપે ઈનકાર કરતા રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આ મામલાને લઈને કોંગ્રેસે તેલંગાના રાષ્ટ્ર સમિતિ (TRS)ના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે.

મેડક જિલ્લાના સંગારેડ્ડી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય જગ્ગા રેડ્ડીએ રાજ્ય સરકાર પર રાહુલ ગાંધીની ઉસ્માનિયા યાત્રા રોકવા માટે ઉસ્માનિયા યુનિવર્સિટી પર દબાણ બનાવવાનો આક્ષેપ કર્યો છે. તેમને એક અખબાર સાથે વાત કરતા કહ્યું કે, ‘ઉસ્માનિયા યુનિવર્સિટી હંમેશા તેલંગાના આંદોલન સહિત છાત્ર આંદોલન માટે ઓળખાય છે. અમે સ્પષ્ટ કર્યું છે કે અમારા નેતાની યાત્રા બિન રાજકીય છે, પરંતુ તેમને તેની મંજૂરી ન આપવાનું નક્કી કરી લીધું છે.’ ઉસ્માનિયા યુનિવર્સિટી ભારતની સૌથી જૂની યુનિવર્સિટીમાંથી એક છે, જેનો ઘણો જૂનો છાત્ર રાજનીતિનો સમૃદ્ધ ઈતિહાસ રહેલો છે.

યુનિવર્સિટીના નિર્ણયથી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન શરૂ
યુનિવર્સિટીના આ નિર્ણયને પરિસરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. જ્યાં અનેક યુવા કોંગ્રેસ નેતાઓ અને સમર્થકોએ ઉસ્માનિયા યુનિવર્સિટી આર્ટ્સ કોલેજમાં પ્રદર્શન કર્યું હતું. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને TRS સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનોએ જવાબી પ્રદર્શન કર્યા હતા. તેલંગાના નિરુદ્યોગ વિદ્યાર્થી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના માનવતા રોયે કહ્યું કે પ્રશાસને હજુ સુધી છાત્રોને લેખિતમાં પોતાના નિર્ણય અંગે સૂચિત નથી કર્યા. તેમને કહ્યું અમને આશા છે કે પ્રશાસન સોમવારે આ અંગે કંઈક કહેશે.

23 એપ્રિલે કાર્યક્રમ માટે માગી હતી પરમિશન
કોંગ્રેસના નેતાઓએ રવિવારે કહ્યું કે તેમને 23 એપ્રિલના કાર્યક્રમ માટે અનુમતિ માટે આવેદન કર્યું હતું અને જણાવ્યું હતું કે આયોજન બિન રાજકીય હશે. અધિકારીએ કહ્યું કે આ પ્રકારનો પહેલો પ્રસ્તાવ જૂન 2017માં અપનાવવામાં આવ્યો હતો. જ્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારને યુનિવર્સિટીના પરિસરમાં રાજકીય અને સાર્વજનિક બેઠકોની મંજૂરી ન આપવાના નિર્દેશ કર્યા હતા. કોર્ટના નિર્ણય કેટલાંક છાત્રો દ્વારા રાજકીય પ્રવૃતિને કારણે સતત અશાંતિની ફરિયાદ કરનારી અરજી પર આધારિત હતો.

Back to top button