પનોતી અને ખિસ્સાકાતરૂ જેવા નિવેદન આપવામાં રાહુલ ગાંધી ભરાયા, ચૂંટણી પંચે નોટિસ ફટકારી
- ચૂંટણી પંચે રાહુલ ગાંધીને 25 નવેમ્બર સુધીમાં જવાબ આપવા માટે નોટિસ જારી કરી
- રાહુલ ગાંધીએ નિર્ધારિત સમયમાં તેનો જવાબ આપવો પડશે
- ચૂંટણી પંચ કોંગ્રેસના નેતાના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો કાર્યવાહી પણ થઈ શકે છે.
નવી દિલ્હી: ચૂંટણી પંચે ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લાંચ, ખિસ્સાકાતરું અને લોન માફી સંબંધિત ટિપ્પણીઓ માટે કારણ બતાવો નોટિસ જારી કરી હતી. જેના કારણે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા પનોતી, ખિસ્સાકાતરું અને લોન માફી અંગેની ટિપ્પણીઓ બદલ કારણ બતાવો નોટિસ જારી કરી છે. તેનાથી રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. રાહુલ ગાંધીએ નિર્ધારિત સમયમાં તેનો જવાબ આપવો પડશે. જો ચૂંટણી પંચ કોંગ્રેસના નેતાના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો કાર્યવાહી પણ થઈ શકે છે.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને 25 નવેમ્બર સુધીમાં જવાબ આપવા માટે નોટિસ જારી કરી છે. નોટિસમાં ભાજપની ફરિયાદનો પણ ઉલ્લેખ છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં પીએમ મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ઘેર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ ખિસ્સાકાતરુ છે, જ્યારે બે ખિસ્સાકાતરૂં કોઈનું ખિસ્સા કાપવા માંગતા હોય તો તેઓ પહેલા શું કરે છે? તેઓ ધ્યાન હટાવવાનું કામ કરે છે. એક વ્યક્તિ સામે આવીને તમારી સાથે વાત કરે છે જેથી તમારું ધ્યાન અહીં-ત્યાં વળી જાય. દરમિયાન કોઈ બીજું તમારું ખિસ્સું કાપે છે. ખિસ્સાકાતરૂં પહેલા તમારું ધ્યાન હટાવે છે. નરેન્દ્ર મોદીજીનું કામ તમારું ધ્યાન હટાવવાનું છે. આ સિવાય વર્લ્ડ કપ ફાઈનલને લઈને રાહુલ ગાંધીએ પીએમ મોદીને ઘેર્યા હતા અને કહ્યું હતું કે તેઓ કોઈ દિવસ ક્રિકેટ મેચમાં જશે, તે અલગ વાત છે કે તેઓ હાર્યા. પીએમ એટલે પનૌતી મોદી. ઉલ્લેખિત ત્રીજા નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, હું તમને એક ઉદાહરણ આપું છેલ્લા નવ વર્ષમાં નરેન્દ્ર મોદીજીએ ભારતના સૌથી મોટા અબજોપતિઓની 14,00,000 કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે.
આ પણ વાંચો, ‘પનૌતી’ વિવાદ વચ્ચે હિમંતા સરમાનો પલટવાર, કહ્યું- ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પર ભારત વર્લ્ડ કપમાં હાર્યું