ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીના માતા હીરાબાની તબીયતને લઈને રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, કહ્યું….

Text To Speech

પીએમ મોદીના માતા હીરાબાની તબીયત બગડતા તેમને અમદાવાદ ખાતે આવેલ યુ એન મેહતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના અનેક ધારાસભ્યો માત હીરાબાની ખબર લેવા માટે પહોચી ગયા છે.

આ પણ વાંચો : ‘ભારત જોડો યાત્રા’માં રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામી, કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર

આવા સમયે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને માતા હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. રાહુલ ગાંધીએ લખ્યુ છે કે, માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. અને મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.

આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યુ છે અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. 

PM મોદીના માતા હીરાબાની તબિયત અમદાવાદની હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા હતા. ત્યારે હિરાબાની તબિયત સુધારા પર હોવાની યુએન મહેતા દ્વારા સત્તાવાર જાહેરાત કરાય છે. ત્યારે હિરાબાના તબીયતને લઈને સમાચાર સામે આવતા પીએમ મોદી બપોરે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી રહ્યા છે. તેમજ ગુજરાતમ સીએમ પણ પ્રવાસમાં હતા જેઓ પણ અમદાવાદ ખાતે આવવા રવાના થયા છે.

આ ઉપરાંત પરિમલ નાથવાણીએ પણ ટ્વીટ કર્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની અચાનક તબિયત ખરાબ થઈ હતી ત્યારે કયા કારણે તબીયત લથડી હોવાની કોઈ માહિતી સામે આવી ન હતી. પણ હાલ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હિરાબાની તબીયત હાલ સુધારા પર છે.અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે માતાની તબીયત ખરાબ થતાના સમાચાર સાંભળતા જ પીએમ મોદી બપોરના સમયે અમદાવાદ ખાતે આવી રહ્યા છે.

Back to top button