અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

મોદીને ગઢમાં પડકારવા બે દિવસ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

6 માર્ચ 2025 અમદાવાદ; કોંગ્રેસની અચાનક જાહેરાત ગુજરાતમાં દેશભરમાંથી કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચવા સજ્જ થયા છે. ત્યારે આવતી 8 અને 9 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધીવેશન મળવા જઈ રહ્યું છે. છેલ્લે આ પહેલા 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. એટલે કે 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આવતીકાલે સાત અને આઠ માર્ચ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમનાં બે દિવસના સંપૂર્ણ કાર્યક્રમ વિશે જાણીએ.

ગુજરાતનું નવું મોડલ સમગ્ર દેશમાં લાગુ કરશે
કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે રાહુલ ગાંધીના બે દિવસીય એ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આવતીકાલે બે દિવસની મુલાકાત અને કોંગ્રેસ અધિવેશન એમ મહિનામાં બે વાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અહીંથી જ તેઓ ગુજરાતમાં સંગઠન તૈયાર કરવા માટે નવું મોડલ આપશે અને જે બાદ સમગ્ર દેશમાં લાગુ કરાશે આમ રાહુલ ગાંધીની અચાનક સક્રિયતા જોઈ ગુજરાત કોંગ્રેસમાં નવો જોમ જોવા મળી રહ્યો છે. તેમના કાર્યક્રમ વિશે જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસ ભવનમાં સવારે 10 થી સાત વાગ્યા દરમિયાન કુલ ચાર અલગ અલગ બેઠક મળશે આ તમામ બેઠક અલગ અલખ સ્થળે મળશે પ્રથમ બેઠક પ્રદેશ નેતા વિપક્ષ નેતા અને પૂર્વ પ્રદેશના પ્રમુખ તથા પૂર્વ વિપક્ષના નેતા સાથે મળશે.

કોંગ્રેસ લીડરોને રાહુલ ગાંધી વન ટુ વન મળશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કોન્ફરન્સ હોલમાં પ્રથમ બેઠક મળશે જેમાં 10 થી વધુ હોદ્દેદારો હાજર રહેશે. ત્યારબાદ બીજા માટે પોલિટિકલ અફેર કમિટીની બેઠક મળશે જેમાં 25 થી વધુ લોકો હાજર રહેશે તથા જિલ્લા તથા શહેર પ્રમુખ સાથે મીટીંગ કરશે જેમાં 50થી વધુ લોકો હાજર રહેશે. બપોર બાદ ચોથા મળે તાલુકાને નગરપાલિકાના પ્રમુખ સાથે બેઠક થશે જેમાં 300 થી વધુ લોકો હાજર રહેશે આમ એક જ દિવસમાં કોંગ્રેસ કાર્યાલયમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ચાર બેઠક કરશે સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું મૂળ હેતુ કાર્યકરો સાથે સીધા સંવાદ કરવાનો છે. જેમાં પ્રદેશ જિલ્લા શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજર રહેશે રાહુલ ગાંધીના જેમાં પ્રદેશ જિલ્લા શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજર રહેશે. જેમા પક્ષ માટે શું કરી શકાય અને શું બદલી શકાય તે રાહુલ ગાંધી જાણશે. આ મુલાકાતમાં ગુજરાત કોંગ્રેસના તમામ સિનિયર લીડર, આગેવાન, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્,ય સાંસદ, પૂર્વ સાંસદ સહિત તમામને રાહુલ ગાંધી વન ટુ વન મળશે.

સમગ્ર દેશમાંથી કોંગ્રેસ નેતાઓ ગુજરાત આવશે
કોંગ્રેસ પ્રમુખ હિમંતસિંહ પટેલે જણાવ્યું હતું કે અધિવેશન માટે અમદાવાદ શહેરના મુખ્ય ચાર સ્થળની મુલાકાત બાદ રિવરફ્રન્ટ ફાઈનલ કરવામાં આવ્યું છે. જેમાં ક્લબ ઓ સેવન,શાહીબાગનું સરદાર સ્મારક, રિવરફ્રન્ટ અને અન્ય એક સ્થળની મુલાકાત લીધી હતી. જોકે ટ્રાફિકના સુગમતા અને કોંગ્રેસ કાર્યાલય નજીક હોવાથી રિવરફ્રન્ટને અધિવેશનના સ્થળ તરીકે ફાઇનલ કરાયું છે આ દિવસમાં સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત આવશે.

અત્રે મહત્વનું છે કે લોકસભા ચૂંટણી 2024 બાદ રાહુલ ગાંધી જુલાઈ 2024 માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો છે એ રીતે ગુજરાતમાં પણ હરાવીશું. જેના કારણે કોંગ્રેસના ટોચના નેતાઓને પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે.

Back to top button