પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રાહુલ ગાંધીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, કહ્યું- આ નરેન્દ્ર મોદીનો રાજકીય કાર્યક્રમ છે
કોહિમા (નાગાલેન્ડ), 16 જાન્યુઆરી 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં નથી જઈ રહ્યા. આ પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું, ’22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાએ એક રાજકીય કાર્યક્રમ છે. અમે બધા ધર્મો સાથે છીએ. રાહુલ ગાંધીએ નાગાલેન્ડના કોહિમા શહેરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા આ બધી વાતો કહી. કે રાહુલ આ દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. મણિપુરથી શરૂ થયેલી રાહુલ ગાંધીની આ યાત્રા હાલ નાગાલેન્ડમાં છે.
#WATCH | On Ram Temple Pran Pratishtha ceremony, Congress MP Rahul Gandhi says, “The RSS and the BJP have made the 22nd January function a completely political Narendra Modi function. It’s a RSS BJP function and I think that is why the Congress President said that he would not go… pic.twitter.com/FOCwvm1FBp
— ANI (@ANI) January 16, 2024
22 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે- રાહુલ
રાહુલ ગાંધીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કહ્યું કે, ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને એમાં કોઈ રસ નથી. મને મારા ધર્મને શર્ટ પર પહેરવાની જરૂરી નથી. જો કે, જેને ત્યાં જવું હોય એ જઈ શકે છે. પરંતુ અમે એ દિવસે ત્યાં જઈશું નહીં. અમારા પક્ષમાંથી જેમને જવું હોય તે ત્યાં જઈ શકે છે. પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં જઈશું નહીં. ‘મને લાગે છે કે જે સાચા અર્થમાં ધર્મમાં માને છે તેઓ ધર્મની સાથે અંગત સંબંધ રાખે છે. હું મારું જીવન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું.
રાહુલ ગાંધીએ નાગાલેન્ડમાં પોતાની યાત્રા દરમિયાન કહ્યું કે, RSS અને ભાજપે 22 જાન્યુઆરીના કાર્યક્રમને નરેન્દ્ર મોદીનો રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે તેઓ કાર્યક્રમમાં નહીં જાય. અમે એવા લોકોમાં છીએ જેઓ બધા ધર્મોને માને છે અને સમ્માન આપે છે. હિન્દુ ધર્મના મોટા નેતાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે તેને રાજકીય કાર્યક્રમ પણ ગણાવ્યો છે.
ભાજપે સામ પિત્રોડાનો ઉલ્લેખ કર્યો
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે રાહુલ ગાંધીના ગુરુ સામ પિત્રોડાનું નિવેદન થોડા દિવસ પહેલા જ આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કરોડો ભારતીયો રામ મંદિરના મુદ્દાને ઊંડાણથી અનુભવે છે. હવે રાહુલ ગાંધી જે કંઈ કહી રહ્યા છે તેનાથી લોકોની ભાવનાઓ પર કોઈ અસર નહીં થાય.
આ પણ વાંચો: ભારત જોડો ન્યાયયાત્રા નાગાલેન્ડ પહોંચી, સ્થાનિકોએ રાહુલ ગાંધીનું ઉમળકાભેર કર્યું સ્વાગત