નેશનલ

શ્રી રામના નામે ભાજપ અને સંઘ પર નિશાન સાધ્યુ રાહુલ ગાંધીએ, જાણો શું બોલ્યા?

Text To Speech

ભારત જોડો યાત્રા પર નીકળેલા સિનિયર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના આગર માલવામાં કહ્યુ કે સીતા માતા વગર ભગવાન રામનું નામ અધુરુ છે. તે બંને એક જ છે તેથી આપણે જય સિયારામ કહીએ છીએ. ભગવાન રામ સીતાજી માટે લડ્યા. આપણે જય સિયારામ જપીએ છીએ અને મહિલાઓને સીતાનું સ્વરૂપ માનીને તેમનો આદર કરીએ છીએ.

શ્રી રામના નામે ભાજપ અને સંઘ પર નિશાન સાધ્યુ રાહુલ ગાંધીએ, જાણો શું બોલ્યા? hum dekhenge news

રાહુલ ગાંધીએ એક પુજારી સાથે વાતચીત કરતા કહ્યુ કે મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતુ વાક્ય હે રામ જીવન જીવવાની રીત છે. તેનાથી આખી દુનિયાને પ્રેમ, ભાઇચારો, સન્માન અને તપસ્યાનો અર્થ જાણવા મળે છે. કોંગ્રેસના નેતાએ કહ્યુ આ રીતે જય સિયારામનો અર્થ છે સીતા અને રામ એક છે. ભગવાન રામે સીતાજીના સન્માન માટેની લડાઇ લડી.

સંઘ અને ભાજપ પર સાધ્યુ નિશાન
રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો છે કે જય શ્રીરામનો અર્થ છે ભગવાન રામની જય હો, પરંતુ ભાજપ અને આરએસએસના લોકો ફક્ત જય શ્રીરામ બોલે છે, પરંતુ ભગવાન રામ જેવુ જીવન જીવી રહ્યા નથી અને મહિલાઓના સન્માન માટે પણ લડી પણ રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચુંટણી સભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે જેઓ ક્યારેય ભગવાન રામના અસ્તિત્વમાં વિશ્વાસ કરતા ન હતા તે આજે તેમને અપશબ્દ કહેવા માટે રાવણ લઇ આવ્યા છે. હવે રાહુલે પીએમના શબ્દોનો જવાબ આપ્યો હોય તેમ લાગી રહ્યુ છે.

Back to top button