ટ્રેન્ડિંગનેશનલ
‘PM મોદી રાત્રે ઊંઘી શકતા નથી…’ રચનાત્મક કોંગ્રેસ સંમેલનમાં રાહુલ ગાંધીનો PM મોદી પર આકરો પ્રહાર

Rahul Gandhi Speech: નવી દિલ્હીના માવલંકર હોલ ખાતે યોજાયેલા રચનાત્મક કોંગ્રેસ સંમેલનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર તીખા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, ‘અમારું કામ ખૂબ જ સરળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે ઊંઘી શકતા નથી, તેના અલગ-અલગ કારણો છે.’
‘અમિત શાહ ૨૦ દિવસ સુધી સંસદમાં ઘૂસી ન શક્યા’
રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી પર નિશાન સાધતા કહ્યું કે, ‘તમે અમિત શાહને જોયા… તેમને ચાણક્ય અને સરદાર પટેલ કહેતા હતા, તે ક્યાં ભાગી ગયા? તેઓ ૨૦ દિવસ સુધી સંસદ ભવનમાં ઘૂસી શક્યા ન હતા. કારણ કે તેઓ પહેલીવાર ભારતની અભિવ્યક્તિનો અહેસાસ કરી રહ્યા છે અને તેમને સમજાઈ ગયું છે કે હવે ભારતે પોતાની જાતને એક્સપ્રેસ કરવાનું શરૂ કરી દીધું છે.’
તેમણે ઉમેર્યું કે, દેશમાં ઘણા લોકો આ કાયર તાકાત સામે જોકરોની જેમ વર્તી રહ્યા છે. તેમને ભારતના દર્શન અને ઈતિહાસની કોઈ જાણકારી નથી. જે ભારત સાથે કનેક્ટ થઈ શકતો નથી, તે ભારતને સમજી શકતો નથી.
‘RSS હવે અંબાણી-અડાણીનું હથિયાર બની ગયું છે’
RSS પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, RSS નો ઉપયોગ મોટા મૂડીપતિઓએ કર્યો છે. અંબાણી અને અડાણીએ RSS પર કબ્જો કરી લીધો છે. જે RSS માં પહેલા નાના વેપારીઓ, મોચી, લુહાર અને વાણિયા સમુદાયના લોકો હતા, તેમને GST અને નોટબંધી કરીને ખતમ કરી દેવામાં આવ્યા. આજે RSS અડાણીનું હથિયાર અને નોકર બનીને રહી ગયું છે.
વિદેશ નીતિ અને પ્રેસ કોન્ફરન્સ પર કટાક્ષ
રાહુલ ગાંધીએ ગળે મળવાની કૂટનીતિ પર કટાક્ષ કરતા મંચ પર કોંગ્રેસ નેતા સદીપ દીક્ષિતને ગળે લગાવીને બતાવ્યું હતું અને કહ્યું કે, ‘ખબર નહીં તેમને ક્યાંથી લાગ્યું કે ગળે મળવું એ જ વિદેશ નીતિ છે.’
વડાપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ ન કરવા અંગે તેમણે કહ્યું કે, ‘હું પહેલા વિચારતો હતો કે પ્રેસ કોન્ફરન્સ ન કરવી એ તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, પરંતુ બાદમાં જ્યારે હું તેમની સાથે એક રૂમમાં બેઠો ત્યારે સમજી ગયો કે તેઓ જઈ જ શકતા નથી.’
‘RSS ની અભિવ્યક્તિની પણ રક્ષા કરીશ’
પોતાનું વક્તવ્ય પૂરું કરતા તેમણે કહ્યું કે, પોતાની અભિવ્યક્તિને ક્યારેય દબાવવી જોઈએ નહીં. જે દિવસ દેશમાંથી RSS ની અભિવ્યક્તિને ખતમ કરવાની વાત થશે, તે દિવસે હું તેમની રક્ષા કરીશ. જેના દિલમાં જે છે તેણે બોલવું જોઈએ, ત્યારબાદ આગળ જોઈશું.
આ પણ વાંચોઃ દશામાના નામે ચમત્કારના દાવા અને કરોડોનો ધંધો, જાથાએ ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર છવાયા રવિ કિશનના મીમ્સ, પત્નીએ રમૂજી અંદાજમાં આપી ચેતવણી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો











