ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

રાહુલ ગાંધીએ હાથરસના પીડિત પરિવાર સાથેની મુલાકાતનો વીડિયો કર્યો શેર, લખ્યું: એક-એક શબ્દ…

  • લોકસભામાં તેમના ભાષણ દરમિયાન પણ રાહુલ ગાંધીએ તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો

નવી દિલ્હી, 17 ડિસેમ્બર: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના હાથરસની મુલાકાત લીધી હતી. તે અહીં દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા ગયા હતા. લોકસભામાં તેમના ભાષણ દરમિયાન પણ કોંગ્રેસના નેતાએ તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, પીડિત પરિવાર ભય સાથે જીવી રહ્યો છે. રાહુલ ગાંધીએ આજે મંગળવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે, “હાથરસ દુષ્કર્મ પીડિતાના પરિવારની નિરાશાના એક-એક શબ્દને ધ્યાનથી સાંભળો અને અનુભવો. તેઓ હજુ પણ ડરના માહોલમાં છે.”

જૂઓ આ વીડિયો

 

વીડિયોમાં શું છે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, “પીડિતાનો પરિવાર હજુ પણ ભયના માહોલમાં છે. તેમની સ્થિતિ પુષ્ટિ કરે છે કે દલિતો માટે ન્યાય મેળવવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. અમે આ પરિવાર સાથે છીએ – અમે તેમનું ઘર બદલીશું અને તમામ જરૂરી સહાય પૂરી પાડીશું.”

વીડિયોમાં પીડિત પરિવારની મહિલાઓ વાત કરી રહી છે. તેણી કહી રહી છે કે, આજે પણ તેમનો પરિવાર ખૂબ જ ડરમાં છે અને તેમને ખૂબ હેરાન કરવામાં આવે છે. પરિવારની એક મહિલા કહે છે, “અમે ચાર વર્ષથી જેલનું જીવન જીવીએ છીએ.”

પરિવારના પુરુષોનું કહેવું છે કે, જ્યારે અમે બજારમાં કે ક્યાંય પણ જઈએ છીએ ત્યારે તૈનાત CRPF જવાનોને પત્ર આપીને પરવાનગી માંગવી પડે છે.

‘આરોપીઓ છૂટી ગયા છે’

પરિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું કે, આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ગામમાં ફરી રહ્યા છે. એક જેલમાં છે અને બાકીના ત્રણ નિર્દોષ છૂટી ગયા છે. પરિવારે કહ્યું કે, આરોપીને છોડાવવા માટે કરોડોની ડીલ કરવામાં આવી છે. અમે હવે આ ગામમાં રહેવા માંગતા નથી. પરિવારની પરવાનગી વિના દુષ્કર્મ પીડિતાને સળગાવવાના મુદ્દે પરિવારે કહ્યું કે, દેશ અને દુનિયાએ જોયું છે કે રાત્રે કોણે લાશને સળગાવી છે અને કોણે નહીં. પરિવાર ત્યાં હાજર હતો કે નહીં.

પરિવારની એક મહિલાએ કહ્યું કે, “અમે માનીએ છીએ કે અમે નાની જાતિના છીએ તો આમાં અમારો શું વાંક? અમે પણ માણસ છીએ. જે પીડા અને વેદના  બાળપણથી બાળકોને ઉછેરતી વખતે અમે ભોગવી છે. ત્યારે કોઈ સરકાર તેને ખવડાવવા માટે આવતી નથી. કોઈ સરકાર તેના ઉછેર માટે આવતી નથી. તેથી તેમને કોઈના શરીરને બાળવાનો અધિકાર પણ ન હોવો જોઈએ.

Back to top button