સુરત કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધી પહોંચ્યા HC , અર્જન્ટ સર્ક્યુલેશન માટે માંગ કરતા જસ્ટિસે આપ્યો આ જવાબ
- હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે રાહુલ ગાંધીના વકીલની માંગ
- તાત્કાલિક સુનાવણી ની માંગ રાખી ગ્રાહ્ય
- તારીખ માગવા પર સ્ટિસ ગીતા ગોપીએ કહ્યું “Not Before Me”
મોદી અટક મામલે માનહાનિના કેસમાં હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાઇકોર્ટ પહોંચ્યા છે. સુરત સેશન્સ કોર્ટે દ્વારા આપવામા આવેલ 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજીને ફગાવી દેતા હવે રાહુલ ગાંધી આ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યા છે.
હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે માંગ
મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલ ગાંધીએ આજે સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે અને માનહાનિ કેસમાં હાઈકોર્ટમાં કરાયેલી અરજી પર અરજન્ટ સુનાવણી માટે રાહુલ ગાંધીના વકીલે માગણી કરી હતી. જેને જસ્ટિગ ગીતા ગોપીએ મંજૂર પણ કરી હતી. પરંતુ વકીલ દ્વારા સુનાવણીની તારીખ માગવા પર તેમણે, “Not Before Me” કહી દીધુ હતું. એટેલે કે જસ્ટિસે પોતે સાંભળવાનો ઇનકાર કર્યો છે.
જસ્ટિસ ગીતા ગોપીએ આપ્યો આ જવાબ
માનહાનીનો કેસમાં હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે રાહુલ ગાંધીના વકીલે માગ કરી હતી.જેને જસ્ટીસે મંજૂર પણ કરી હતી. ત્યારે વકીલ દ્વારા સુનાવણીની તારીખ માગવા પર તેમણે, “Not Before Me” કહી દીધુ હતું. આ મામલે આજે રજિસ્ટ્રીમાં પ્રક્રિયા ચાલી રહી છે. અને ઓફિસ ઓબ્જેક્શન દૂર થયા બાદ કોર્ટમાં અરજી આવશે. ત્યાર બાદ આગામી 27 એપ્રિલે વધુ સુનાવણી થાય તેવી શક્યતા છે.
સેશન્સ કોર્ટે સજા પર સ્ટેની અરજી ફગાવી હતી
મહત્વનું છે કે, સુરતની નીચલી કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જેના કારણે રાહુલ ગાંધીને સાંસદ પદ ગૂમાવવું પડ્યું હતું. જેથી રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.પરંતુ સેશન્સ કોર્ટે પણ રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકતી અરજી ફગાવી દીધી હતી. જેથી હવે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. ત્યારે હવે હાઈકોર્ટ આ મામલે શું ચુકાદો આપે છે તે જોવુ રહ્યું.
આ પણ વાંચો : નટરાજ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા વિધવા મહિલાઓ અને નિસહાયોને અનાજ કીટ વિતરણ કરાઈ