અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં VHP અને બજરંગદળ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ, પોલીસે અટકાયત કરી

Text To Speech

અમદાવાદ, 06 જુલાઈ 2024, વિપક્ષી નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે લોકસભામાં હિન્દુઓ અંગે નિવેદન આપતા સમગ્ર ગુજરાતમાં રાહુલ ગાંધીનો VHP અને બજરંગદળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને આજે VHP કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.સનાતન હિન્દુ ધર્મના સંતો, મહામંડલેશ્વરો અને પ્રજાજનોએ શ્રીરામના નારા સાથે વિરોધ કર્યો છે. VHPના કાર્યકરોએ રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હતું. ત્યારે પોલીસે અડધું બળેલું પૂતળું બચાવ્યું હતુ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

રાહુલનો વિરોધ કરવા સમગ્ર હિન્દુ સમાજ ઉપસ્થિત
ચૈતન્ય શંભુ મહારાજે મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના જે ઉચ્ચારણ છે તેનો વિરોધ કરવા સમગ્ર હિન્દુ સમાજ ઉપસ્થિત છે. દરેક કાર્યકર્તા, સાધુ-સંતો હાજર છે. એમણે જે હિન્દુ તરફે નફરત, એમનો જે ડિએનએ છે એ લોકસભાની અંદર ઉજાગર કર્યો તેનો વિરોધ કરવા હિન્દુ સમાજના કાર્યકર્તા અહીં એકત્રિત થયા છે.99 સીટમાં પાવર બતાવે તો કોંગ્રસ સત્તામાં આવે તો શું કરશે? રાહુલના DNAમાં હિન્દુત્વ નથી, તેના પરિવારમાં કોઈ હિન્દુમાં લગ્ન કર્યા નથી. સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવો કે, હું હિન્દુ છું અને મારી માતાના હિન્દુ હોવા માટે ગર્વ છે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિર જવું હોય તો જાય પણ ઓરિસ્સા મંદિરમાં ફક્ત હિંદુઓને પ્રવેશનું બોર્ડ તેવું અહીં પણ કરવાની જરૂર છે.

VHP કાર્યાલયે ધીમે ધીમે કાર્યકરો ભેગા થઈ રહ્યા છે
રાહુલ ગાંધીના વિરોધમાં VHP કાર્યાલય પર ભાજપના ચૈતન્ય શંભુ મહારાજ કાર્યાલયથી પરત આવ્યા હતા. તેમજ કાર્યકરો એકત્ર થવા લાગ્યા હતા. કાર્યકરોના કપાળે તિલક કરવામાં આવ્યું હતું. VHP કાર્યાલયના પ્રવેશ દ્વારા ઉપર બે PI અને કોન્સ્ટેબલ લાઠી સાથે હાજર હતા.VHP કાર્યાલય ખાતે આવનારા તમામ કાર્યકર માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જયશ્રી રામના નાદથી કાર્યાલય ગુંજી ઊઠ્યું છે.વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયથી આશ્રમ રોડ તરફ જતા દરેક રસ્તા ઉપર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. કાર્યકરોને બહાર નહીં જવા દેવાની યોજના છે. VHP કાર્યાલયે ધીમે ધીમે કાર્યકરો ભેગા થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃરાહુલ ગાંધી દુર્ઘટનાના પીડિત પરિવારોને મળશે, કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશ માટે પડાપડી

Back to top button