ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

રાહુલ ગાંધી – નરેન્દ્ર મોદી અમને રાજકારણમાં ઢસડવાનું બંધ કરે: અદાણી

  • આ પિટિશન અદાણી જૂથના રોકાણકાર દ્વારા કરવામાં આવી છે

નવી દિલ્હી, 28 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અદાણી જૂથ વિરુદ્ધ કથિત બદનક્ષીભર્યા નિવેદનો કરવાથી રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અરજદારે કોંગ્રેસ અને ભાજપના ટોચના નેતાઓને અદાણી જૂથના બજાર મૂલ્ય અને રોકાણકારોને નુકસાન પહોંચાડી શકે તેવા અવાસ્તવિક દાવાઓ કરવાથી રોકવાની માંગ કરી છે. અહેવાલો અનુસાર, ખેડૂત અને સ્ટોક ઇન્વેસ્ટર તરીકે ઓળખાતા અને અદાણી જૂથના રોકાણકાર એવા સુરજીત સિંહ યાદવે  ટોચના કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વિરુદ્ધ આ અરજી દાખલ કરી છે.

આ દાવામાં રાહુલ ગાંધી પર અદાણી જૂથ વિશે તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો પણ આરોપ છે. પિટિશનમાં દલીલ કરવામાં આવી છે કે, રાહુલ ગાંધીનું ભાષણ ખૂબ જ ભ્રામક હતું અને તેનો હેતુ પ્રેક્ષકોમાં ભ્રમ પેદા કરવાનો હતો, જેનાથી અદાણી ગ્રૂપ વિશે લોકો અને રોકાણકારોની ધારણાને ક્ષતિગ્રસ્ત થઈ હતી.

અરજીમાં શું કહેવામાં આવ્યું છે?

અહેવાલો અનુસાર, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “પ્રતિવાદી નંબર 1 (રાહુલ ગાંધી) અને પ્રતિવાદી નંબર 2 (PM મોદી) દ્વારા ઉદ્યોગપતિ વિરુદ્ધ કરવામાં આવેલા પાયાવિહોણા આરોપો, ખોટા, બનાવટી અને ભ્રામક ભાષણે ભારતીય શેરબજારમાં રહેલા સામાન્ય રોકાણકારોને મૂંઝવણમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે. આ મૂંઝવણ કંપનીના શેરના ભાવને ઊંચી અને અણધારી અસ્થિરતા તરફ દોરી શકે છે, જેનાથી અરજદાર સહિત રોકાણકારો અને વેપારીઓને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે.”

અરજદારની અરજીમાં મધ્યપ્રદેશમાં 3 માર્ચે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણ વિશે, લોન માફી અને લોન રાઈટ-ઓફ વચ્ચેના તફાવતના મહત્ત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, “લોન માફી ત્યારે થાય છે જ્યારે બેંકો અને નાણાકીય સંસ્થાઓ નિર્ધારિત કરે છે કે લોન વસૂલવાની કોઈ શક્યતા નથી, જેનાથી ધિરાણકર્તા દેવું માફ કરે અથવા જતું કરે. જેનો અર્થ એ છે કે ઉધાર લેનારને ચૂકવણી કરવાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે, અને બેંક કોઈપણ સંજોગોમાં લોનની વસૂલાત અથવા ઉધાર લેનાર સામે કાનૂની પગલાં લેવાનો પ્રયાસ કરશે નહીં.”

PM મોદી અને રાહુલ ગાંધીએ અદાણી જૂથ વિશે શું કહ્યું હતું?

અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીએ “વ્યક્તિગત એજન્ડા માટે અદાણી જૂથની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે તથ્યોને વિકૃત કર્યા છે.” આ અરજી તેલંગાણામાં પ્રચાર ભાષણ માટે પીએમ મોદી સામે મનાઈ હુકમની પણ માંગ કરે છે, જેમાં તેમણે કોંગ્રેસ પર અંબાણી અને અદાણી પાસેથી લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો, જે પક્ષમાં ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફરનો સંકેત આપે છે.

ગયા મહિને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા પ્રશ્ન કર્યો હતો કે, “વર્તમાન ચૂંટણીમાં ‘શેહજાદા’ (કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી) એ અચાનક અંબાણી અને અદાણીનો ઉલ્લેખ કરવાનું કેમ બંધ કરી દીધું?” કોંગ્રેસને અદાણી અને અંબાણી પાસેથી ‘કાળા નાણાથી ભરેલો ટેમ્પો’ મળ્યો છે કે કેમ તે અંગેના મોદીના પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે, “શું વડાપ્રધાન તેમના ‘વ્યક્તિગત અનુભવ’ પરથી બોલી રહ્યા છે.” રાહુલ ગાંધીએ પીએમ મોદીને CBI અથવા ED દ્વારા તપાસ શરૂ કરવાનો પડકાર પણ ફેંક્યો હતો.

24 એપ્રિલના રોજ, X પર એક પોસ્ટમાં, રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના અબજોપતિ મિત્રની રૂપિયા 16 લાખ કરોડની લોન માફ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, “જે નાણાનો ઉપયોગ ‘ભારતીય’ની પીડાને દૂર કરવા માટે થઈ શક્યો હોત તેને ‘અદાણીઝ’ની પ્રસિદ્ધિ ઊભી કરવા માટે ખર્ચવામાં આવી રહ્યા છે.”

આ પણ જુઓ: ‘મમતા બેનર્જી ધાર્મિક ગ્રંથોને નાબૂદ કરવા માગે છે’: ભાજપ પ્રવક્તા અમિત માલવિયા

Back to top button