ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ નીતીશકુમારની મજાક ઊડાવી, કહ્યું- ‘થોડુંક દબાણ આવતાં જ પલટી મારી’

Text To Speech
  • રાહુલ ગાંધીએ બિહારમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન નીતીશકુમાનની મજાક ઊડાવી
  • મજાક ઊડાવતાં રાહુલ ગાંધીએ એક જોક પણ સંભળાવ્યો

બિહાર, 30 જાન્યુઆરી: બિહારના રાજકારણમાં મોટી ઊથલપાથળ બાદ ઈન્ડી ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. ત્યારે યાત્રા બિહારમાંથી પસાર થઈ રહી છે. આવા સમયે રાહુલ ગાંધીએ પહેલીવાર પક્ષ પલટૂ નીતીશકુમાર વિશે નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ નીતીશકુમારનું નામ લીધા વગર બિહારના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ આવતાં જ તેમણે (નીતીશકુમાર) યુ-ટર્ન લઈ લીધો છે. વધુમાં તેમણે કહ્યું કે પક્ષ પલટો મારવાનું કારણ એ જ કે અમારું ગઠબંધન લોકો માટે મહત્ત્વના મુદ્દા ઊઠાવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ સભાને સંબોધતાં એક જોક સંભળાવ્યો હતો, જૂઓ અહીં વીડિયોમાં…

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, “નીતીશજી કેવી રીતે ફસાયા ચલો સમજાવું. મેં તેમને સીધું કહ્યું કે તમારે બિહારમાં જાતિ ગણતરી કરવી પડશે. અમે આરજેડી સાથે મળીને નીતીશજીને સર્વે કરાવવાનું દબાણ કર્યું. પરંતુ ભાજપ ડરી ગઈ, તેઓ આ યોજનાથી ખુશ ન હતા. તેમણે એક યોજના બનાવી અને નીતીશજી તેમાં ફસાઈ ગયા”. જૂઓ વીડિયો:

વધુમાં તેણે કહ્યું કે, “લોકોને સામાજિક ન્યાય આપવાની જવાબદારી અમારા ગઠબંધનની છે અને આ માટે અમારે નીતીશજીની જરૂર નથી.”

આ પણ વાંચો: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટો ઉલટફેર : ભાજપ 16 મતોથી જીત્યું, 20 મતોવાળું ઈન્ડિ ધ્વસ્ત

Back to top button