રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અરુણાચલની મહિલાને મળ્યા, આપ્યું વચન
- ભારત જોડો ન્યાય યાત્રાના દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક મહિલાને મળ્યા હતા, જેના સસરાને PLA દ્વારા 2015માં કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું
અરુણાચલ, 21 જાન્યુઆરી: ભારત જોડો ન્યાય યાત્રાનો આજે આઠમો દિવસ છે. મણિપુર અને આસામમાંથી પસાર થયા બાદ આ યાત્રા હવે અરુણાચલ પ્રદેશ પહોંચી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ રવિવારે ઇટાનગરમાં એમોની ડીરુ પુલ્લમ સાથે મુલાકાત કરી હતી. જેના સસરાને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા 2015માં કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું, હજી પણ તેના સસરા ગુમ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી અને અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવવાનું વચન આપ્યું હતું.
પુલ્લુમની વાત રાહુલ ગાંધીએ સાંભળી
ભારત જોડો ન્યાય યાત્રા અરુણાચલના ઇટાનગરમાં રાત્રિ રોકાણ કર્યું હતું. અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનેક લોકોને મળ્યા હતા, તેમાં એક પુલ્લમ નામની મહિલાને પણ તેઓ મળ્યા હતા, જેમના સસરાનું કથિત રીતે 2015માં અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુથી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પુલ્લમે રાહુલ ગાંધી સાથે પોતાનો દુઃખદ અનુભવ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમની વાત સાંભળી અને તેમની પીડા અને વેદનાને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ભારત જોડો ન્યાય યાત્રા લોકોની વેદના સાંભળવાની છે: રાહુલ ગાંધી
પાડોશી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં રાત્રિ રોકાણ કર્યા બાદ ન્યાય યાત્રાનો બીજો તબક્કો આસામથી શરૂ થયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, આ યાત્રા ન્યાય માટે છે. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે યાત્રાનો હેતુ પૂર્વોત્તર ક્ષેત્રના લોકોની વેદના સાંભળવાની છે. ભારત જોડો ન્યાય યાત્રા 14 ફેબ્રુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી. આ 6,713 કિલોમીટર લાંબી યાત્રા મુંબઈમાં પૂરી થશે.
આ પણ વાંચો: પૂર્વ સીએમ શિવરાજ સિંહ સહિત આ નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો આદેશ