જિન્હાની ખતરનાક ચાલનું પુનરાવર્તન કરી રહ્યા છે રાહુલ ગાંધીઃ જાણો કોણે કર્યો આ ગંભીર આક્ષેપ?
-
જાતિ આધારિત વસ્તી ગણતરીની રાહુલ ગાંધીની જીદ કેટલી ખતરનાક છે એ વિવેક અગ્નિહોત્રીએ સમજાવ્યું
નવી દિલ્હી, 31 જુલાઈ, 2024: સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે અને તેમના પર પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી જિન્હાની ચાલનું પુનરાવર્તન કરવાનો આક્ષેપ કર્યો છે.
વિવેક અગ્નિહોત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર વિસ્તૃત પોસ્ટ લખીને જણાવ્યું છે કે, શા માટે રાહુલ ગાંધીની જાતિ આધારિત વસ્તી ગણતરીની જીદ દેશને અને ખાસ કરીને હિન્દુઓને ગંભીર જોખમ તરફ લઈ જશે?
“ધ કાશ્મીર ફાઈલ્સ”, “ધ તાશ્કંદ ફાઈલ્સ”, “ધ વેક્સિન વૉર” જેવી ઉમદા ફિલ્મો દ્વારા ઢાંકી દેવાયેલા ઇતિહાસને ઉજાગર કરનાર વિવેક અગ્નિહોત્રી હાલ 2020ના દિલ્હીનાં તોફાનો અંગેની હકીકત ઉજાગર કરવા “ધ દિલ્હી ફાઈલ્સ” ફિલ્મ ઉપર કામ કરી રહ્યા છે. આજે બુધવારે સવારે તેમણે X ઉપર લખ્યું, “હું મારી આગામી ફિલ્મ ધ દિલ્હી ફાઈલ્સમાં વ્યસ્ત છું, એ કારણે રાજકારણમાં શું થઈ રહ્યું છે એના પર ધ્યાન આપી શકાતું નથી. કાલે રાત્રે મેં રાહુલ ગાંધીનું ભાષણ જોયું, અને તેમણે જે કહ્યું એ ઘણું ચિંતાજનક છે. જો આ મુદ્દો ખરેખર જાતિ આધારિત વસ્તી ગણતરીનો હોત તો ઠીક છે, પરંતુ હકીકતમાં એવું નથી. આના દ્વારા હિન્દુઓને વિભાજિત કરીને સત્તા મેળવવાનો ઈરાદો છે. આ ભયાનક પ્રયાસ દ્વારા પીએમ મોદીને ઘેરવાનો ઈરાદો છે, મુદ્દો જાતિ નથી. આ મોદી-કેન્દ્રિત બાબત છે, જાતિ-કેન્દ્રિત નહીં. આથી આ મુદ્દો સાચો નથી, પણ ચિંતાજનક છે.”
આટલું કહીને વિવેક અગ્નિહોત્રીએ પોતે શા માટે માને છે અને કહે છે તે માટેનાં પાંચ કારણો પણ વિસ્તારથી જણાવ્યા છે.
Why The Caste Census Is A Sinister Political Gambit?
I am extremely busy with my film, #TheDelhiFiles, so I’m not able to follow what’s happening in politics closely.
However, last night I watched @RahulGandhi’s speech, and there is a big problem. If the concern for castes…
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 31, 2024
આ રાષ્ટ્રવાદી ફિલ્મ નિર્માતા-નિર્દેશકે પાંચ કારણો આપ્યાં, જેમાં તેમણે પહેલા કારણમાં લખ્યું, “જ્યારે ભાજપે રામ આંદોલન શરૂ કર્યું ત્યારે તે રાજકીય અને વૈચારિક બંને હતું. ભાજપ અને આરએસએસના લોકો આવા છે. તેઓ ઉત્સાહથી લડ્યા અને જીત્યા, જેણે તમામ હિન્દુઓને એક કર્યા, જે દેશ માટે સારું હતું.
બીજું, “રાહુલ ગાંધીનું જાતિ આધારિત વસ્તી ગણતરી અભિયાન વી.પી. સિંહના ખતરનાક મંડલ કમિશન અહેવાલની યાદ અપાવે છે.” રાજા સાહેબ વીપી સિંહે પોતાની સત્તા બચાવવા માટે જાતિના નામે આ ખતરનાક રાજકીય જુગાર રમ્યો હતો, તેમ છતાં તેમને તેમાં પૂરો વિશ્વાસ નહોતો. પરિણામ એ આવ્યું કે જાતિના મુદ્દે સમાજ કાયમ માટે તૂટી ગયો.
ત્રીજું, “રાહુલ ગાંધીને જાતિના મુદ્દાઓ સાથે કોઈ લેવાદેવા નથી, આ બધું નકલી છે, જેનો ઉદ્દેશ્ય સત્તા હડપ કરવાનો છે.” રાહુલ ગાંધી જાતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા નથી પરંતુ માત્ર જાતિના નામે રાજકારણ કરી રહ્યા છે. આ અભિયાન ઝઘડા, અરાજકતા અને અવ્યવસ્થા પેદા કરશે. સમાજમાં વધુ વિભાજન કરશે. શહેરી નક્સલીઓ આ જ ઈચ્છે છે.”
આ નરેન્દ્ર મોદીની કસોટી નથી, આ દરેક હિન્દુ-વિવેક અગ્નિહોત્રીની કસોટી છે
ચોથા કારણમાં ફિલ્મ નિર્માતાએ લખ્યું, “છેલ્લા પાંચ વર્ષથી, અમે ‘ધ દિલ્હી ફાઇલ્સ‘ માટે ભારતના ભાગલા પર સંશોધન કરી રહ્યા છીએ. મેં જાણ્યું છે કે જિન્ના બિનસાંપ્રદાયિક હતા અને ગાંધીના કોમવાદી રાજકારણના વિરોધી હતા. પરંતુ જ્યારે ઝીણા ગાંધીની લોકપ્રિયતાને પડકારી ન શક્યા ત્યારે તે ધર્મનું કાર્ડ રમ્યા અને ભારતના ભાગલા કર્યા. જિન્નાહ અને વીપી સિંહે જે કર્યું તે જ રાહુલ ગાંધી પુનરાવર્તન કરી રહ્યા છે. રાજકારણમાં આ સૌથી સહેલી યુક્તિ છે.
છેલ્લા અને પાંચમા કારણમાં વિવેક અગ્નિહોત્રીએ કહે છે, “હિંદુઓએ ક્યારેય ભૂલવું ન જોઈએ કે ભારત આપણું સર્વસ્વ છે. ભારતનો વિકાસ ત્યારે જ થશે જ્યારે આપણે એક થઈશું. ભારત ત્યારે જ સુરક્ષિત અને મજબૂત બનશે જ્યારે આપણે બધા એક થઈશું. છેલ્લા એક દાયકામાં આપણે પહેલાં કરતાં વધુ એક થયા છીએ. આ માટે 100 વર્ષનું બલિદાન આપવામાં આવ્યું છે. આ એકતા ગુમાવશો નહીં. આ નરેન્દ્ર મોદીની કસોટી નથી, આ દરેક હિન્દુની કસોટી છે. કૃપા કરીને આમાં નિષ્ફળ થશો નહીં.”
આ પણ વાંચોઃ જૂઓ વીડિયો…રાહુલ ગાંધીનો પક્ષ લેનાર અખિલેશે પોતે જ્યારે પત્રકારોની જાતિના આધારે મજાક ઉડાવી હતી