રાહુલ ગાંધી રાજકીય રીતે અપરિપક્વ છેઃ પ્રણવ મુખર્જીના જીવન પર લખાયેલા પુસ્તકમાં મોટો ખુલાસો
નવી દિલ્હી, 06 ડિસેમ્બર: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા દ્વારા લખાયેલા નવા પુસ્તકમાં રાહુલ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આ પુસ્તક ‘પ્રણવ માય ફાધર – અ ડોટર રિમેમ્બર્સ’ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન કોંગ્રેસમેનની ડાયરીમાં લખેલી બાબતો પર આધારિત છે. પ્રણવ મુખર્જીના અવસાનના એક મહિના પહેલા 28 જુલાઈ,2020ના રોજ તેમની અંગત નોંધ આ પુસ્તકમાં લખાઈ છે. જેમાં તેમણે કોંગ્રેસની રાજનીતિ અને પરિવારવાદનો ઉલ્લેખ કર્યો છે.
પુસ્તકમાં ગાંધી પરિવાર વિશે લખવામાં આવ્યું છે કે, આઝાદી પછી જો એક જ પરિવારના 5 સભ્યો 37 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહ્યા તો તે લોકશાહીના સૌથી ખરાબ સ્વરૂપનો પુરાવો છે. આજે પરિવાર સંગઠનને તાકાત નથી આપી રહ્યો પરંતુ તેની તાકતનો નાશ કરી રહ્યો છે. કોંગ્રેસને ગાંધી-નેહરુ પરિવાર માટે સંરક્ષિત રમતનું મેદાન બનાવીને કોંગ્રેસે તેનું લોકતાંત્રિક પાત્ર ગુમાવ્યું છે. જેણે દેશને બરબાદ કરી દીધો છે. દેશની રાજનીતિને પ્રભાવિત કરી છે. તેઓ માત્ર અન્ય પ્રાદેશિક પક્ષો સાથે મળીને કોંગ્રેસના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર રચવામાં રસ ધરાવે છે. 2004થી સોનિયા ગાંધી અને રાહુલે 2001-2003માં મેળવેલા આધારને આંશિક રીતે ગુમાવ્યો છે.
પ્રણવ મુખર્જી 1960થી ડાયરી લખતા હતા
કાળજીપૂર્વક નોંધાયેલા અને ઉદ્દેશ્યપૂર્વક લખાયેલા પુસ્તકમાં પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ યુપીએના નિર્ણાયક વર્ષો દરમિયાન મહત્વપૂર્ણ ઘટનાઓ અને રહસ્યમય બાબતોને ઉજાગર કરી છે. પ્રણવ મુખર્જીને 1960ના દાયકાની શરૂઆતથી જ ડાયરી લખવાની આદત પડી ગઈ હતી. શર્મિષ્ઠાના જણાવ્યા અનુસાર પુસ્તક તેમની ડાયરીની એન્ટ્રીઓ અને વર્ષોથી વિવિધ મુદ્દાઓ પર તેની સાથેની વાતચીત પર આધારિત છે.
રાહુલને રાજકીય રીતે અપરિપક્વ કહ્યા
પ્રણવ મુખર્જીએ પોતાની ડાયરીમાં રાહુલની ખાસ ટીકા કરી હતી અને તેમને રાજકીય રીતે અપરિપક્વ ગણાવ્યા હતા. 2013માં જ્યારે રાહુલે દોષિત રાજનેતાઓને બચાવવા માટેના વટહુકમને નકારી કાઢ્યો, ત્યારે મુખર્જી રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. તે રાત્રે પ્રણવ મુખર્જીએ પોતાની ડાયરીમાં લખ્યું, ‘રાહુલ ગાંધીએ અજય માકનની પ્રેસ કોન્ફરન્સ હાઈજેક કરી અને કેબિનેટના નિર્ણયને ‘બકવાસ’ ગણાવ્યો. આ સંપૂર્ણપણે બિનજરૂરી છે. તેમની પાસે કોઈ રાજકીય કૌશલ્ય નથી પરંતુ તેમના ગાંધી-નેહરુ વંશનો સંપૂર્ણ ઘમંડ છે.
આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મહાત્મા ગાંધીને મહાન પુરૂષ અને PM મોદીને યુગ પુરૂષ ગણાવ્યા