ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

રાહુલ ગાંધી દેશદ્રોહી છેઃ ભાજપે લગાવ્યો અતિ ગંભીર આરોપઃ જુવો વીડિયો

નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2024: રાહુલ ગાંધી દેશ વિરોધી હોવાનો ગંભીર આરોપ આજે ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો હતો. આજે ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રવક્તા અને સાસંદ સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને “સર્વોચ્ચ રાષ્ટ્ર વિરોધી” ગણાવ્યા હતા. પાત્રાએ આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં કાયમ ભારત વિરોધ વિચારો વ્યક્ત થાય છે.

ભાજપ સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, એક એવી ત્રેખડ છે જે ભારત વિરોધી કાવતરાં કરે છે. આ ત્રેખડમાં એક તરફ અમેરિકાસ્થિત જ્યોર્જ સોરોસ, તેનું ફાઉન્ડેશન તેમજ કેટલીક અમેરિકન એજન્સીઓ છે અને બીજી તરફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) નામનું સમાચાર પોર્ટલ છે. અને તેમાં સૌથી અગત્યની વાત એ છે કે આ ત્રેખડમાં રાહુલ ગાંધી “સર્વોચ્ચ રાષ્ટ્ર વિરોધી” વ્યક્તિ છે, તેમ ભાજપ નેતાએ કહ્યું હતું.

જુવો વીડિયો

પાત્રાએ કહ્યું કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતાને દેશદ્રોહી કહેવામાં તેમને કોઈ સંકોચ થતો નથી.

આ સંદર્ભમાં એક ફ્રેન્ચ મીડિયા જૂથ “મીડિયાપાર્ટ”ના એક અહેવાલને ટાંકીને સંબિત પાત્રાએ કહ્યું કે, OCCRP એક વૈશ્વિક મીડિયા એજન્સી છે જેને જ્યોર્જ સોરોસની ઓપન સોસાયટી ફાઉન્ડેશન દ્વારા ભંડોળ મળે છે અને એ એજન્સી તેને ભંડોળ આપનાર લોકોના હિતમાં કામગીરી કરે છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતને બદનામ કરવા માટે OCCRPના અહેવાલો ટાંકવામાં આવ્યા હોવાનાં ઉદાહરણ પણ આપ્યાં હતાં.

જુવો વીડિયો

તેમણે કહ્યું કે, જુલાઈ 2021માં વૈશ્વિક સ્તરે કોવિડની અસર હતી ત્યારે OCCRPએ એક લેખ પ્રકાશિત કર્યો હતો કે, બ્રાઝિલે ભારતની કોવેક્સિન કોવિડ-19 વેક્સિનનો 324 મિલિયન ડૉલરનો કોન્ટ્રેક્ટ રદ કરી દીધો. આ રીતે દેશની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આ અહેવાલ પ્રકાશિત થયા પછી તરત જ ભારતમાં કોંગ્રેસ પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને ભારત સરકાર ઉપર તેમજ ભારતની વેક્સિન ઉપર પ્રહારો કર્યા હતા. OCCRP જેમ બોલાવે છે તેમ રાહુલ ગાંધી બોલે છે, તેમ ભાજપના સાંસદે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં થયું રેકોર્ડ વેચાણ, ઓક્ટોબરની આવક વાર્ષિક 20.5% વધીને ₹69 કરોડથી વધુ નોંધાઈ

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એ જ રીતે ગાંધીએ OCCRPના અહેવાલ બાદ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા તેમ જણાવી પાત્રાએ કહ્યું કે, એ વિદેશી મીડિયા ગૃહનો ઈરાદો ભારતીય ઉદ્યોગપતિને નિશાન બનાવીને ભારતીય બજારોને તોડી પાડવાનો હતો.

ભાજપના નેતાએ કહ્યું કે, OCCRPએ નેશનલ હેરલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી વિરુદ્ધના અદાલતમાં ચાલતા કેસને પણ રાજકારણ પ્રેરિત ગણાવ્યો હતો. પાત્રાએ પોતાના આક્ષેપના સમર્થનમાં રાહુલ ગાંધીની એવા લોકોની મુલાકાતોનો ઉલ્લેખ પણ કર્યો જેઓ ભારત વિરોધી કામગીરી કરી રહ્યા છે.

મીડિયાપાર્ટના એક તાજેતરના અહેવાલમાં અબજોપતિ જ્યોર્જ સોરોસ દ્વારા જેને ભંડોળ આપવામાં આવે છે તે OCCRP, જેની સ્થાપના ડ્ય્રુ સુલિવન દ્વારા કરવામાં આવેલી છે તેનો પણ સંબિત પાત્રાએ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, OCCRPના પત્રકારોને 2023માં મોકલેલા એક ઈમેલમાં સુલિવને સ્વીકાર્યું હતું કે, એ વાત લગભગ સાચી છે કે, તેમનું સ્વૈચ્છિક સંગઠન અગાઉનાં વર્ષોમાં અમેરિકા અંગેના સમાચારો ખાસ લેતું નહોતું, કેમ કે તેમને પૂરું ભંડોળ વૉશિંગ્ટન દ્વારા અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન દ્વારા મળતું હતું, જેના સ્થાપક જ્યોર્જ સોરોસ છે. આપણે અમેરિકી સરકાર અથવા જ્યોર્જ સોરોસના નાણાનો ઉપયોગ અમેરિકા વિશેના સમાચારો માટે કરી ન શકીએ, તેમ સુલિવને તેમના ઈમેલમાં લખ્યું હતું.

Back to top button