ભોપાલઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. તેમની યાત્રા મધ્યપ્રદેશમાં પ્રવેશી છે, ત્યારે તેમના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વાગત પછી રાહુલ ગાંધીએ ત્યાં હાજર લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓને પણ સંબોધિત કર્યાં હતાં. આ સંબોધન દરમિયાન તેઓ પોતાની ફિટનેસના રહસ્યો લોકોને જણાવ્યા હતા, તેમજ લોકોને સંબોધતા સમયે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની એક્ટિંગ પણ કરી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી પોતાની દિનચર્યા વિશે જણાવતાં હતા તે સમયે તેમના ચાહકો બૂમો પાડી રહ્યાં હતાં, ત્યારે તેમને શાંત કરવા રાહુલ ગાંધીએ કહ્યું- ભાઈઓ-બહેનો-મિત્રો.. અને સૌ કોઈ હસવા લાગ્યાં હતાં.
વાયરલ વીડિયોમાં રાહુલે શું કહ્યું?
આ વાયરલ વીડિયોમાં રાહુલ સ્ટેજ પરથી લોકોને સંબોધી રહ્યા છે. તેઓ કહે છે, ‘ભાઈઓ, હમણાં કમલનાથજીએ મને પૂછ્યું છે કે, રાહુલ, તમે થાક્યા નથી? ભાઈઓ અને બહેનો, મારો ચહેરો થાકેલો દેખાય છે? હું બે હજાર કિલોમીટર ચાલ્યો છું, બે હજાર. કોઈ થાક નથી, એક સેકન્ડનો થાક નથી, હું તમને કહું છું, સવારે ઉઠો, ચાલવાનું શરૂ કરો. હું સવારે 6 વાગ્યા કરતાં રાત્રે 8 વાગ્યે વધુ ઝડપથી ચાલુ છું. આવું કેમ થઈ રહ્યું છે, તે મને ખ્યાલ નથી, હું બે હજાર કિલોમીટર ચાલી ગયો છું.
You are a rockstar boss @RahulGandhi
Listen till the end ???????? pic.twitter.com/8HDrgOP1oA
— Supriya Shrinate (@SupriyaShrinate) November 23, 2022
અલગ જ અંદાજમાં જોવા મળ્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીના આ શબ્દો સાંભળીને ભીડ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવવા લાગી. રાહુલ ગાંધી થોડીવાર રોકાય છે અને પછી લોકોને રોકવાનો પ્રયાસ કરે છે. તે સૌ પ્રથમ લોકોને ભાઈઓ-બહેનો કહે છે. આ પછી, તેઓ મસ્તીના મૂડમાં આવી જાય છે, તેઓ વડાપ્રધાન મોદીની નકલ કરે છે અને ભાઈઓ, બહેનો અને મિત્રો કહે છે. તેમના મિત્રો કહેતાની સાથે જ ભીડ ઉત્સાહથી રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે.