અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

બાપુનગર ખાતે વિપક્ષ નેતાનું પૂતળા દહન: રાહુલ ગાંધીએ સનાતની અહિંસક હિન્દુઓની લાગણી દુભાવી : VHP

Text To Speech

અમદાવાદ 03 જુલાઈ 2024 : અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા બાપુનગર ચાર રસ્તા ઉપર રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં સત્તા પક્ષ તથા વિરોધ પક્ષની ટીપ્પણીના ઘમાસાન વચ્ચે થયેલા વિવાદ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ બાપુનગર જિલ્લાના બજરંગદળ સંયોજક સાગરભાઈ જટિયાનાં અધ્યક્ષ સ્થાનેથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળાં દહન તથા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

રાહુલ ગાંધીના પૂતળાંદહન કરવામાં આવ્યું

વિરોધને લઈને VHP સહ મંત્રી ધિમાંતભાઈ શેઠે HD ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ સામે સૂત્રોચ્ચારો કરી રાહુલ ગાંધીના પૂતળાંદહન કરવામાં આવ્યું છે. જેમાં 200 થી વધુ બજરંગીઓ, પૂર્વ વિભાગ અધ્યક્ષ બિપીનભાઈ પંચાલ, મંત્રી રાજેશભાઈ ભાવસાર, બજરંગદળ સંયોજક ચિંતનભાઈ લોઢા, સહ સંયોજક બાબા ગોસ્વામી, બાપુનગર જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ પ્રજાપતિ, ધર્માચાર્ય પ્રમુખ મુકેશભાઈ ભવાની, તમામ પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં

VHP કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરાયા

આ અંગે પૂર્વ વિભાગ અધ્યક્ષ બિપીનભાઈ પંચાલની સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે વૈશ્વિક હિન્દુ સમાજના અપમાન બાબતે પૂતળાં દહન તથા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે વિરોધ પ્રદર્શનમાં પોલીસ પ્રશાસન દ્વારા રાજેશભાઈ ભાવસાર, ચિંતનભાઈ લોઢા, અજય (બાબા) ગોસ્વામી, સાગરભાઈ જટિયા તથા ધિમાંતભાઈ શેઠને સહિતના કર્યકરોને ડીટેઈન કરી બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતાં અને અવસર વીત્યે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરેલ ન હોય તેમને મુક્ત કરવામાં આવ્યા હતાં

આ પણ વાંચો : અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ કોંગ્રેસે પથ્થરમારો કર્યો,પોલીસનો લાઠીચાર્જ

Back to top button