રાહુલ ગાંધીએ 200 કિલો કોલસા ખેંચી રહેલા મજૂરને મદદ કરી, શેર કરી તસવીરો
રાંચી (ઝારખંડ), 05 ફેબ્રુઆરી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ સાથે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યા છે. રાહુલ 2 ફેબ્રુઆરીએ ઝારખંડના પાકુર પહોંચ્યા હતા, જ્યાંથી રાહુલ ધનબાદ, બોકારો અને રામગઢ થઈને રાંચી પહોંચ્યા હતા. પોતાની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીએ રસ્તા પર એક યુવક મજૂરને સાયકલ પર 200થી 250 કિલો વજનનો કોલસો લઈ જતા જોયો હતા. એ સમયે તેઓ ત્યાં રોકાઈ ગયા અને મજૂર સાથે વાત કરીને તેની કમાણી વિશે પૂછ્યું હતું. એટલું જ નહીં, તેમણે 200 કિલો કોલસાથી લદાયેલી મજૂરની સાયકલને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો.
साइकिल पर 200-200 किलो कोयला लेकर रोज़ 30-40 किलोमीटर चलने वाले इन युवाओं की आय नाम मात्र है।
बिना इनके साथ चले, इनके भार को महसूस किए, इनकी समस्याओं को नहीं समझा जा सकता।
इन युवा श्रमिकों की जीवनगाड़ी धीमी पड़ी, तो भारत निर्माण का पहिया भी थम जाएगा। pic.twitter.com/T1nKoC6Mdw
— Rahul Gandhi (@RahulGandhi) February 5, 2024
રાહુલ ગાંધીએ મજૂર સાથે તસવીરો શેર કરી
રાહુલ ગાંધીએ મજૂર સાથેની વાતચીતની તસવીરો પણ શેર કરી છે, જેમાં તેઓ યુવકની સાથે વાત કરતા અને સાઈકલ ચલાવતા જોઈ શકાય છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ‘સાયકલ પર 200-200 કિલો કોલસાનો ભાર લઈને દરરોજ 30-40 કિલોમીટરનો પ્રવાસ કરનારા આ યુવાનોની આવક નજીવી છે. તેમની સાથે ચાલ્યા વિના, તેમનો બોજ અનુભવ્યા વિના, તેમની સમસ્યાઓ સમજી શકાતી નથી. જો આ યુવા મજૂરોનું જીવન ધીમું પડશે તો ભારતના નિર્માણનું પૈડું પણ થંભી જશે.
રાહુલ ગાંધીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
રાંચી પહોંચતા જ રાહુલ ગાંધીના સ્વાગત માટે માનવ મહેરામણ ઊમટ્યું હતું. કોંગ્રેસના હજારો કાર્યકરો ઝંડા લઈને રાહુલ ગાંધીની રાહ જોઈ રહ્યા હતા. આખા શહેરમાં રાહુલ ગાંધીના હોર્ડિંગ્સ અને પાર્ટીના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા. રાંચી જતી વખતે રાહુલ ગાંધી ચુટ્ટુપલુ ઘાટીમાં શહીદ સ્થળ પર રોકાયા અને ઉમરાવ સિંહ ટિકૈત અને શાહિદ શેખ ભીખારીને શ્રદ્ધાંજલિ આપી. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આજે રાંચીના ઈન્દિરા ગાંધી હેન્ડલૂમ પ્રોસેસ ગ્રાઉન્ડમાં વણકર સાથે વાત કરી હતી. આ ઉપરાંત, શહીદ મેદાનમાં નાગરિકોને સંબોધિત પણ કર્યા હતા.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનો શિવભક્ત અવતાર, કપાળ પર ચંદન લગાવી બૈદ્યનાથ મંદિરમાં કર્યો રૂદ્રાભિષેક