અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

રાહુલ ગાંધીને રાજકીય જ્ઞાન તો નથી જ કાયદાનું જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું છેઃ ભાજપ

અમદાવાદ, 21 માર્ચ 2024, આજે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાધી સહિત પાર્ટીના અધ્યક્ષ ખડગેએ કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રિઝ મામલે ભારત દેશની લોકશાહી પર સવાલ ઉઠાવ્યા હતા તે મુદ્દે કમલમ ખાતે પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી,રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ખડગેએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમા કોંગ્રેસનુ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થયાની અધુરી માહિતી મીડિયાને આપી છે. લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ હતાશ થઇ ગઇ છે હાર ભાળી ગઇ છે. કોંગ્રેસને દેશની જનતાનો સાથ નથી મળતો એટલે તો હવે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ છોડી જઇ રહ્યા છે.

નેશનલ હેરાલ્ડની પાંચ હજાર કરોડની સંપત્તિ હડપ કરી
યજ્ઞેશ દવેએ વધુમા જણાવ્યું કે, રાહુલ ગાંધી એમ કહે છે કે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થયા એટલે દેશના એકાઉન્ટ ફ્રિઝ થયા? રાહુલ ગાંઘી ભૂતકાળમા પણ વિદેશમા જઇ ભારત દેશનુ અપમાન કરી ચૂકયા છે. રાહુલ ગાંઘીને રાજકીય જ્ઞાન તો નથી જ પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય તેવું લાગે છે. કોંગ્રેસ પાર્ટીએ નેશનલ હેરાલ્ડની પાંચ હજાર કરોડની સંપત્તિ હડપ કરી લીધી છે. 50 લાખના રોકાણમા 5 હજાર કરોડની સંપતિ પરિવારે લઇ લીધી જે ટ્રસ્ટમા સોનિયા અને રાહુલ ગાંધીના 76 ટકા શેર હતા.રાહુલ ગાંધી 200 કરોડ રૂપિયા સિઝ થવા બાબતે પ્રેસ કરતા હોય તો પાંચ હજાર કરોડનો ખુલાસો કરવો જોઇએ.

ઇન્કમટેક્ષમા દરેક વ્યકિત માટે કાયદો સરખો જ હોય છે
યજ્ઞેશ દવેએ વધુમા જણાવ્યું કે, ભાજપે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા નથી. કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ જે સીઝ થયા છે તે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા થયા છે. ઇન્કમટેક્ષ વિભાગમા દરેક વ્યકિત માટે કાયદો સરખો જ હોય છે. ઇન્કમટેક્ષ સામે જો કોઇ પુરતી માહિતી ન જણાવે તો ઇન્કમટેક્ષ વિભાગ તેના પર કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસે રિટર્ન ફાઇલની મહિતી આપી ન હતી એટલે ઇન્કમટેક્ષ વિભાગે તેમના પર કાર્યવાહી કરી છે. કોંગ્રેસ દેશ સમક્ષ ભારતની લોકશાહીને બદનામ કરતી પ્રેસ કરી જનતા સમક્ષ ખોટુ બોલી રહી છે. નોટીસ આપ્યા તેને પાંચ પાંચ વર્ષ થયા છે આજે જ એકાઉન્ટ ફ્રિઝ થયા તેમ નથી. કોંગ્રેસ પાસે માત્ર 200 કરોડ જ રૂપિયા છે?

 આ પણ વાંચોઃ કરજણમાં ખેડૂતો વિફર્યાઃ જમીનનું વળતર નહીં મળતાં 11 ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર

Back to top button