નેશનલ

રાહુલ ગાંધીને નવો પાસપોર્ટ બનાવવાની મળી પરવાનગી, ભાજપના નેતાએ કર્યો વિરોધ

રાહુલને  નવો પાસપોર્ટ બનાવવાની  પરવાનગી મળી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આગામી 3 વર્ષ માટે એનઓસી આપી છે. સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો. રાહુલ ગાંધીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, વિશેષ કોર્ટે તેમને નવો પાસપોર્ટ બનાવવાની મંજૂરી આપી છે. તેમને મળેલ આ NOC આગામી 3 વર્ષ માટે માન્ય રહેશે. વાસ્તવમાં, સંસદનું સભ્યપદ છોડ્યા પછી, તેણે પોતાનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કરી દીધો અને પોતાના માટે બનાવેલ સામાન્ય પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી.

Rahul Gandhi : Now What Will Be Next Step For Congress Leader Rahul Gandhi? | Rahul Gandhi : સંસદનું પદ જતા હવે રાહુલ ગાંધી પાસે શું છે વિકલ્પ? 2024માં શું થશે?

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાસપોર્ટ મામલે રાહુલ ગાંધીને NOC આપવાનો વિરોધ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન પર છે અને આ મામલાની સંવેદનશીલતાને જોતા તેમને પાસપોર્ટ મેળવવા માટે NOC આપવામાં આપવી જોઈએ નહીં. રાહુલ ગાંધીને પાસપોર્ટ આપવાના કેસની સુનાવણી માટે ડો.સુબ્રમણ્યમ સ્વામી અને રાહુલના વકીલ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રાહુલના પાસપોર્ટ પર એનઓસી આપવાના મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. આ દરમિયાન સ્વામીએ કોર્ટને કહ્યું કે, સામાન્ય વ્યક્તિ વધુમાં વધુ 10 વર્ષ સુધી પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે પરંતુ આ એક ખાસ કેસ છે.

  • રાહુલ ગાંધીને નવો પાસપોર્ટ બનાવવાની મળી પરવાનગી
  • રાહુલને 3 વર્ષ માટે આપવામાં આવ્યું NOC
  • સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને NOC આપવાનો કર્યો  વિરોધ

Rahul Gandhi's fresh passport plea: સુબ્રમણ્યમ સ્વામીએ રાજદ્વારી પાસપોર્ટ માંગતી રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કર્યો, subramanian swamy opposes rahul gandhi petition seeking diplomatic ...

આ પણ વાંચો : IPL 2023: ગુજરાત સામેની મેચમાં મુંબઈની નજર રહેશે ફાઈનલ પર, બન્ને ટીમ માટે કરો યા મરોની સ્થિતિ !

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે 10 વર્ષ માટે પાસપોર્ટ જારી કરવા માટે કોઈ માન્ય કે અસરકારક કારણ નથી. તેમણે કહ્યું કે, મૂળભૂત અધિકારોની જેમ પાસપોર્ટ રાખવાનો અધિકાર પણ સંપૂર્ણ અધિકાર નથી. આ સિવાય સ્વામીએ કોર્ટને કહ્યું કે 2019માં રાહુલ ગાંધીને મંત્રાલય દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે? પરંતુ તેણે આ અંગે કોઈ વાસ્તવિક જવાબ આપ્યો ન હતો. આ કેસમાં ફરિયાદી સુબ્રમણ્યમ સ્વામીને કોર્ટ વતી જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સ્વામીએ રાહુલ ગાંધીને NOC આપવાનો વિરોધ કર્યો છે. તેણે કહ્યું છે કે રાહુલ અવારનવાર વિદેશ જાય છે અને તેના બહાર જવાથી તેની સામે ચાલી રહેલા કેસોની તપાસ પર અસર પડી શકે છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ તેમનો મૂળભૂત અધિકાર છે, પરંતુ સ્વામીને જવાબ દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કંગના રનૌતે શોર્ટ્સ પહેરીને મંદિર ગયેલી યુવતીને ધમકાવી, શેર કરી પોતાની પણ સ્ટોરી

Back to top button