ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘રાહુલ ગાંધીએ દેશની એકતા માટે જીવ આપ્યો’ : ખડગેએ ભાષણમાં કરી મોટી ભૂલ, થયા ટ્રોલ

  • રાજસ્થાનમાં રેલીના ભાષણમાં મલ્લિકાર્જુન ખડગેએ પોતાની ટિપ્પણી બદલ માંગી માફી
  • “યે કબ હુઆ (ક્યારે થયું)” : ભાજપે ખડગેની ભૂલ પર ઉડાવી મજાક

રાજસ્થાન, 21 નવેમ્બર : રાજસ્થાનમાં સોમવારે કોંગ્રેસની ચૂંટણીલક્ષી રેલીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા સંબોધિત કરવામાં આવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ મોટી ભૂલ કરતાં ભાષણમાં કહ્યું હતું કે, “રાહુલ ગાંધી જેવા નેતાઓએ દેશની એકતા માટે પોતાનો જીવ આપ્યો છે.” જેમાં તેમનો મતલબ રાજીવ ગાંધી હતો. જેને લઈને ભાજપ દ્વારા મજાક ઉડાવવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આ ટિપ્પણી પર તક ન છોડતા, ભાજપે ટ્વિટર પર એક પોસ્ટ સાથે “યે કબ હુઆ [ક્યારે થયું]” કહીને કોંગ્રેસને ટ્રોલ કર્યું છે.

 

હું માફી માંગુ છું, મેં ભૂલ કરી છે : મલ્લિકાર્જુન ખડગે

ભાષણ દરમિયાન કોઈએ તરત જ મલ્લિકાર્જુન ખડગેને તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું અને ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી અને કહ્યું, “હું માફી માંગુ છું. મેં ભૂલથી રાહુલ ગાંધી કહ્યું. રાજીવ ગાંધીએ દેશની એકતા માટે પોતાનો જીવ આપી દીધો. કોંગ્રેસ પાસે એવા નેતાઓ છે જેમણે દેશ માટે પોતાનો જીવ આપ્યો જ્યારે ભાજપ પાસે એવા નેતાઓ છે જેઓ જીવ લે છે.” બીજેપીના અન્ય કાર્યકર્તા ચારુ પ્રજ્ઞા તેમજ અન્ય નેતાઓ અને નેટીઝન્સ દ્વારા પણ આ ભૂલ પર ટ્વિટ કરીને મલ્લિકાર્જુન ખડગેને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

 

 

કોંગ્રેસના નેતાઓ જીવનનું બલિદાન આપે છે તો ભાજપના લોકો જીવન છીનવી લે છે : ખડગે

ખડગેએ સોમવારે કહ્યું કે, “કોંગ્રેસના નેતાઓએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યા અને લડ્યા” તેમજ  પૂછ્યું કે, “શું આઝાદીની લડતમાં RSS અથવા ભાજપે કોઈ યોગદાન આપ્યું છે.” તેમણે કહ્યું કે, “કોંગ્રેસના નેતાઓ તેમના જીવનનું બલિદાન આપે છે જ્યારે ભાજપના લોકો જીવન છીનવી લે છે. મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી? અને નાથુરામ ગોડસેની માનસિકતા ધરાવતા લોકો કયા પક્ષમાં છે? “ કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, “ભાજપે મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, મણિપુર, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોને તોડી પાડી.”

આ પણ જુઓ :રાજસ્થાનનું અર્થતંત્ર 30 લાખ કરોડ કરવાનું કોંગ્રેસનું વચનઃ ચૂંટણી ઢંઢેરો જાહેર

Back to top button