રાહુલ ગાંધીએ પરિવાર સાથે માણ્યો છોલે-ભટૂરેનો સ્વાદ, જૂઓ તસવીરો
નવી દિલ્હી, તા.23 ડિસેમ્બર, 2024: સંસદનું શિયાળુ સત્ર ખતમ તયા બાદ લોકસભામાં વપક્ષ નેતા રાહુલ ગાંધી, તેમના માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી અને પરિવાર સાથે રવિવારે દિલ્હીના કનૉટ પ્લેસ વિસ્તારમાં આવેલી જાણીતી ક્વોલિટી રેસ્ટોરેંટમાં ભોજન કરવા આવ્યા હતા. રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી હતી.
તસવીરોમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપરાંત કૉંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકાન પતિ રૉબર્ટ વાડ્રા, પુત્રી મિરાયા અને સાસુ મૌરીન વાડ્રા પણ જોવા મળ્યા હતા. ગાંધી અને વાડ્રા પરિવારે ક્વોલિટી રેસ્ટોરંટમાં છોલે-ભટૂરેનો સ્વાદ માણ્યો હતો.
View this post on Instagram
તસવીરોમાં પૂરો પરિવાર રેસ્ટોરંટમાં હસતો જોવા મળ્યો હતો. અલગ અલગ તસવીરોમાં સોનિયા ગાંધી અને રોબર્ટ વાડ્રાની સામે ફૂલેલો ભટૂરો જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ગાંધીનો પુત્ર રેહાન વાડ્રા ક્યાંય જોવા મળ્યો નહોતો.
દિલ્હી પોલીસે શુક્રવારે સંસદ સંકુલમાં ‘ધક્કા મારવાના’ આરોપમાં કૉગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલ કેસને ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો હતો. એક અધિકારીએ કહ્યું, ‘હવે ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરશે. ગુરુવારે દિલ્હી પોલીસે સંસદ સંકુલમાં ‘ધક્કો મારવા’ના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી અને હવે કેસ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ કૉગ્રેસ નેતાની મુશ્કેલીમાં વધારો ઈ શકે છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં સવારે હળવો વરસાદ, આ રાજ્યોમાં શીતલહેરની ચેતવણી