ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ શ્રીનગરમાં ડિનર, બાળકો સાથે પાણીપુરી અને લાલ ચોકમાં આઈસ્ક્રીમની મજા માણી

  • જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાના થોડા સમય પહેલા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે શ્રીનગર પહોંચ્યા 

શ્રીનગર, 22 ઓગસ્ટ: જમ્મુ અને કાશ્મીરમાં થોડા સમયમાં થનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો બહાર આવી ગઈ છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના મધ્યમાં આવેલા એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે પહોંચ્યા હતા. જે બાદ રાહુલ ગાંધી બાળકો સાથે પાણીપુરી ખાધી હતી તેમજ તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે લાલ ચોકમાં એક આઈસ્ક્રીમ પાર્લરની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે આઈસ્ક્રીમની પણ મજા માણી હતી. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે શહેરના ગુપકર વિસ્તારમાં આવેલી હોટેલ લલિતમાંથી નીકળીને હોટેલ અહદુસમાં ડિનર માટે ગયા હતા. આ હોટલ  શહેરના શ્રેષ્ઠ ભોજનાલયોમાંની એક અને કાશ્મીરી ‘વાઝવાન’ માટે પ્રખ્યાત છે.

 

લાલ ચોકમાં આઈસ્ક્રીમની મજા માણી

રાહુલ ગાંધીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે શ્રીનગરના લાલ ચોકમાં એક આઈસ્ક્રીમ પાર્લરની મુલાકાત લીધી હતી. અહીં બંને નેતાઓએ આઈસ્ક્રીમની મજા માણી હતી. તે સ્પષ્ટ નથી કે કોંગ્રેસના નેતાએ ત્યાં માત્ર ડિનર લીધું હતું કે કોઈને મળ્યા પણ હતા.

રાહુલ ગાંધી શ્રીનગરના પ્રવાસે

જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાનીના કોમર્શિયલ હબ એવા પોલો વ્યૂ રેસિડેન્સી રોડ વિસ્તારની રાહુલ ગાંધી દ્વારા મુલાકાત એ ત્યાંના લોકો માટે એક આશ્ચર્યની બાબત હતી. રાહુલ ગાંધીની શ્રીનગર મુલાકાત દરમિયાન હોટલની આસપાસ કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. હોટેલથી જેલમ નદીનું મનોહર દૃશ્ય જોવા મળે છે.

 

રાહુલ ગાંધીએ આર્ટીકલ 370 પર કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ: ભાજપ

રાહુલ ગાંધીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાતને લક્ષ્યમાં રાખીને, ભારતીય જનતા પાર્ટી (BJP)એ બુધવારે કોંગ્રેસના નેતાને આર્ટીકલ 370 અને કલમ 35A પર તેમની પાર્ટીનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું. ભાજપના મહાસચિવ અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે પાર્ટીના સંગઠન પ્રભારી તરુણ ચુગે કહ્યું કે, આ મુલાકાત રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર દ્વારા પ્રદેશમાં લાવવામાં આવેલી ‘શાંતિ અને વિકાસ’થી પોતાને પરિચિત કરવાની તક આપશે. તેમણે આગળ આરોપ લગાવ્યો કે ‘ત્રણ પરિવારો’એ છેલ્લા ઘણા દાયકાઓથી તેમની નીતિઓથી જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદના વાતાવરણને વેગ આપ્યો છે, જ્યારે 2014માં કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર બન્યા પછી ત્યાંની સ્થિતિ બદલાઈ ગઈ છે.

આ પણ જૂઓ:  ‘કેજરીવાલના ફોટા વિના જાહેરાત કેમ આપી?’ મંત્રી આતિશીએ અધિકારીઓને કારણ બતાવો નોટિસ પાઠવી

Back to top button