ટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ દલિતના ઘરમાં બનાવી રસોઈ, જૂઓ વીડિયો

Text To Speech

નવી દિલ્હી, તા.7 ઓક્ટોબરઃ રાહુલ ગાંધીએ કોલ્હાપુરમાં એક દલિતના ઘરે રસોઈ બનાવી હતી. આ વીડિયો હાલ વાયરલ થયો છે. રાહુલ ગાંધી આમ આદમી સાથેના અનેક વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. જેને તેમણે શાનદાર કેપ્શન પણ આપ્યું છે. તેમણે લખ્યું, દલિતના કિચન અંગે આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. શાહૂ પટોળે કહ્યું છે તેમ, ‘દલિતો શું ખાય છે તે કોઈ જાણતું નથી’. તેમણે આગળ કહ્યું કે, લોકો શું ખાય છે, કેવી રીતે રસોઈ બનાવે છે, તેમનું સામાજિકઅને રાજકીય શું મહત્વ છે? આ તમામ સવાલોના જવાબ માટે મેં અજય તુકારામ સનદે અને અંજના તુકારામ સનદે સાથે સમય વીતાવ્યો.

રાહુલે કહ્યું, ભૂખ લાગી છે

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પ્રવાસ પર હતા. આ દરમિયાન કોલહાપુરમાં તેઓ હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા, જ્યાંથી સીધા જ તેઓ એક દલિત પરિવારના ઘરે ગયા હતા. અહીંયા પહોંચીને રાહુલે કહ્યું, મને ભૂખ લાગી છે. આટલું કહીને તેઓ ઘરના રસોડામાં ગયા અને રસોઈ બનાવવામાં મદદ કરી. રાહુલે જમવાનો વીડિયો પણ શેર કર્યો. રાહુલ ગાંધીએ આ પરિવારનો આભાર પણ માન્યો અને કહ્યું કે, મહારાષ્ટ્રમાં મને તમારા ઘરે બોલાવીને રસોડામાં સહભાગી થવાનો મોકો આપ્યો.

આ પણ વાંચોઃ બિહારના રાજકારણમાં હડકંપ, ભાજપે તેજસ્વી યાદવ પર લગાવ્યો ચોરીનો આરોપ

Back to top button