ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ આસામ સીએમ હિમંતા બિસ્વા સરમાને ‘ભ્રષ્ટ’ ગણાવ્યા

  • ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આસામમાં પ્રેસ કોન્ફરન્સ કરી
  • પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ આસામ સીએમ પર આકરા પ્રહારો કર્યા

આસામ, 23 જાન્યુઆરી: ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધ્યું છે. તેમણે સીએમ સરમાને સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ જ્યારે પણ લોકો સાથે વાત કરે છે ત્યારે તેઓ કહે છે કે રાજ્યમાં ભારે બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી છે. ખેડૂતો ચિંતિત છે અને યુવાનોને નોકરી નથી મળી રહી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ મુદ્દા ઉઠાવી રહ્યા છીએ અને સફળતા પણ મળી રહી છે.

  • રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાના પાંચ સ્તંભ આપ્યા છે. તેમણે કહ્યું કે ન્યાય યાત્રાના પાંચ સ્તંભ છે જેમાં યુવા ન્યાય, ભાગીદારી, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય અને મજૂર ન્યાયનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આગામી દોઢ મહિનામાં યાત્રા દરમિયાન આ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કરશે. આસામના સીએમ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે યાત્રા સામે તેમનો વિરોધ યાત્રાને નુકસાન નહીં પરંતુ લાભ કરાવી રહ્યો છે. અમારી યાત્રાના પ્રચારમાં આસામના સીએમ અને અમિત શાહ મદદ કરી રહ્યા છે.

 

કોંગ્રેસ વિપક્ષની લડાઈ લડી રહી છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે અમને મંદિર જતા અટકાવવામાં આવી રહ્યા છે, કોલેજમાં જતા અટકાવવા કે અમારી ન્યાય યાત્રા રોકવા એ તેમની ડરાવવાની રણનીતિ છે પરંતુ અમે ડરવાના નથી. ન્યાય યાત્રા ગામડે ગામડે જઈ રહી છે. લોકો એ પણ પૂછી રહ્યા છે કે રાહુલ ગાંધીને કેમ રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ વિપક્ષની લડાઈ લડી રહી છે આ સાથે જે ભાગીદાર પાર્ટી છે તે પણ વિપક્ષની લડાઈ લઈ રહી છે.

યાત્રામાં અડચણો ઊભી કરીને (ભાજપ) યાત્રાને મદદ કરી રહી છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે તેઓ (ભાજપ) યાત્રામાં અડચણો ઊભી કરે છે ત્યારે તેઓ યાત્રાને રોકી નથી રહ્યા પરંતુ તેઓ યાત્રાને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું, હું ઈચ્છું છું કે યાત્રાને રોકવામાં આવે. અમને કૉલેજ જતા રોકવામાં આવ્યા પરંતુ જ્યારે વિદ્યાર્થીઓને ખબર પડી કે અમને કૉલેજમાં જતા રોકવામાં આવ્યા છે ત્યારે આખી કૉલેજ બહાર આવી ગઈ. બધા વિદ્યાર્થીઓએ અમને સાંભળ્યા અને આખો દેશે પણ અમને સાંભળી રહ્યો છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જેને ભારત જોડો ન્યાય યાત્રામાં આવવું હોય તે આવી શકે છે. કોઈ પણ આ યાત્રાના ભાગીદાર બની શકે છે. અને ઈન્ડી ગઠબંધનના સભ્યોને પણ આમંત્રણ આપ્યું છે તેઓ પણ યાત્રામાં જોડાશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવાઇ, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ

Back to top button