ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ ટ્રેનમાં મુસાફરી કરી, જનતાના મનની વાત જાણવાનો પ્રયાસ

Text To Speech

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છત્તીસગઢના પ્રવાસે છે. રાહુલનો ટ્રેનમાં મુસાફરી કરતી તસવીર અને વીડિયો સામે આવ્યો છે. ટ્રેનમાં તે સામાન્ય લોકોની વચ્ચે બેસીને તેમની સાથે વાત કરતા જોવા મળે છે. આ વર્ષના અંતમાં છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણી પહેલા રાહુલ ગાંધી લોકોની વચ્ચે જઈને તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ પરથી એક તસવીર પોસ્ટ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી બિલાસપુરથી રાયપુર જઈ રહ્યા છે. તેમને ‘જનનાયક’ તરીકે સંબોધવામાં આવ્યા છે. પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, રાહુલ ગાંધી ટ્રેનની સ્લીપર ક્લાસ બોગીમાં મુસાફરોની વચ્ચે જોવા મળે છે, તેઓ લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા છે અને કેટલાક લોકો તેમની સાથે મોબાઈલથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી રાજ્ય સરકારના આવાસ ન્યાય સંમેલન કાર્યક્રમમાં ભાગ લેવા માટે બિલાસપુર જિલ્લાના તખાતપુર વિકાસ બ્લોકના પરસાડા ગામમાં આવ્યા હતા. ત્યાં તેમણે એક સભાને સંબોધિત કરી ત્યારબાદ તેઓ બિલાસપુર રેલવે સ્ટેશન પહોંચ્યા અને રાયપુર જવા માટે ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન પકડી હતી.

આ નેતાઓ પણ રાહુલ સાથે ટ્રેનમાં જોવા મળ્યા 

રાહુલ ગાંધીની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના પ્રદેશ પ્રભારી કુમારી સેલજા, રાજ્ય પાર્ટીના વડા દીપક બૈજ અને અન્ય નેતાઓ પણ ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. શેડ્યૂલ અનુસાર રાહુલ ગાંધી જે ટ્રેન દ્વારા રાયપુરથી રવાના થયા હતા તેનો પહોંચવાનો સમય સાંજે 5:45 છે. આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસે છત્તીસગઢથી ચાલતી ઘણી ટ્રેનો રદ કરવાના કારણે રાજ્યભરમાં રેલ રોકો વિરોધનું આયોજન કર્યું હતું.

Back to top button