કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે બિલકિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, આખો દેશ વડાપ્રધાનની વાતો અને કામોમાં અંતર જોઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ પ્રકારના નિર્ણયોથી દેશની મહિલાઓમાં શું સંદેશ જાય છે?
5 महीने की गर्भवती महिला से बलात्कार और उनकी 3 साल की बच्ची की हत्या करने वालों को 'आज़ादी के अमृत महोत्सव' के दौरान रिहा किया गया।
नारी शक्ति की झूठी बातें करने वाले देश की महिलाओं को क्या संदेश दे रहे हैं?
प्रधानमंत्री जी, पूरा देश आपकी कथनी और करनी में अंतर देख रहा है।
— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2022
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, ‘આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન 5 મહિનાની ગર્ભવતી મહિલા પર દુષ્કર્મ કરનારા અને તેમની 3 વર્ષની બાળકીની હત્યા કરનારાઓને મુક્ત કરવામાં આવ્યા છે. નારી શક્તિની ખોટી વાતો કરનારા દેશની મહિલાઓને શું સંદેશ આપી રહ્યા છે? તેમણે લખ્યું કે, પ્રધાનમંત્રીજી, આખો દેશ તમારી વાતો અને કામોમાં અંતર જોઈ રહ્યો છે. હકીકતમાં, 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગર્ભવતી મહિલા બિલકિસ બાનો પર દુષ્કર્મ થયું હતું. આ પછી પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે 11 લોકોને સજા ફટકારી હતી. જો કે, તમામ દોષિતોને મુક્તિ નીતિ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા
આ પણ વાંચો : NSA અજીત ડોભાલની સુરક્ષામાં ચૂકનો મામલો, CISFએ કરી મોટી કાર્યવાહી
તેલંગાણાના મંત્રીએ કરી હસ્તક્ષેપની માંગ
બીજી તરફ તેલંગાણાના મંત્રી કે.ટી રામારાવે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે કહ્યું કે, બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ અને તેમના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોને મુક્તિ આપવાના ગુજરાત સરકારના નિર્ણય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ.