ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ તેલંગાણામાં અસદુદ્દીન ઓવૈસી પર કર્યો પ્રહાર

  • તેલંગાણા વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજ્યના પ્રવાસે આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે BRS, BJP અને AIMIM આ ત્રણે હાથ મિલાવ્યો છે, ત્રણે સાથે છે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી સંદર્ભમાં રેલી નિકાળી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR), અસદુદ્દીન ઓવૈસીના ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને BJP પર ઉગ્ર પ્રહારો કર્યા છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું, “એક બાજુ કોંગ્રેસ છે અને બીજી બાજુ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), BJP અને AIMIM એકસાથે ઉભા છે… આ લોકો એક બીજાને મદદ કરે છે.” BRS પીએમ નરેન્દ્ર મોદીને જ્યારે પણ જરૂર હોય ત્યારે લોકસભામાં સમર્થન આપે છે. BRSએ GST અને ખેડૂત બિલમાં પણ PM મોદીની મદદ કરી હતી.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

તેલંગાણાના કમલાનગરમાં રાહુલ ગાંધીએ કહ્યું, “જ્યાં પણ કોંગ્રેસ ભાજપ સામે લડે છે, ત્યાં AIMIM તેના ઉમેદવારો ઉભા કરે છે.” આસામ હોય, મહારાષ્ટ્ર હોય કે રાજસ્થાન. દિલ્હીમાં બીજેપીને હારાવવાની છે. તેલંગાણામાં બીઆરએસને હારાવવાની છે. આ ત્રણેય પક્ષો મળેલા છે.

 

જગતિયાલમાં જનતાને સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું ભાજપ સામે લડી રહ્યો છું, મારી સામે 24-25 કેસ છે. મારી લોકસભાની સદસ્યતા પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેમણે મારુ ઘર છીનવી લીધુ હતું, જ્યારે મારું ઘર લઈ રહ્યા હતા ત્યારે મને સારુ લાગ્યુ, મેં ખુશીથી પાછું આપ્યું મને ઘરની જરૂર નથી, આખું ભારત મારું ઘર છે.”

તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી છે. જેના કારણે દરેક પક્ષો પુર જોષમાં મહેનત, ભાષણબાજી કરી રહ્યા છે. હાલમાં તેલંગાણામાં કેસીઆરના નેતૃત્વમાં બીઆરએસની સરકાર છે.

આ પણ વાંચો: CM અશોક ગેહલોતે ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું- ‘જો મારા કારણે વસુંધરા રાજે…’

Back to top button