ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની સહિત હારેલા ઉમેદવારોની મજાક ન ઉડાડવા કહ્યું, લોકો ખુશ

  • ભાજપના નેતા સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવાની રાહુલ ગાંધીએ અપીલ કરી

નવી દિલ્હી, 12 જુલાઇ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીના બચાવમાં એવું કર્યું કે જેનાથી લોકો ખુશ થઈ ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને લઈને આજે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપના નેતા સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે, ‘હું દરેકને વિનંતી કરું છું કે સ્મૃતિ ઈરાની અથવા અન્ય કોઈ નેતા પ્રત્યે અપમાનજનક ભાષા અને ખરાબ વર્તનનો ઉપયોગ કરવાનું ટાળો.’ તેના આ ટ્વીટ પછી લોકોએ કહ્યું કે, ‘તેમણે દિલ જીતી લીધું’ આ વખતે અમેઠીમાં હાર બાદ કોંગ્રેસ ભાજપ નેતા સ્મૃતિ ઈરાની પર જોરદાર નિશાન સાધી રહી છે. ત્યારે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીને લઈને કોંગ્રેસના નેતાઓને કડક સૂચના આપી છે.

કોંગ્રેસ કાર્યકર્તાઓને રાહુલની કડક સૂચના

ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના સરકારી બંગલો ખાલી કરવા અંગે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટિપ્પણી કરી છે. જે બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવાની કડક સૂચના આપી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ હાર આપી હતી.

કોંગ્રેસના નેતાઓના નિશાના પર સ્મૃતિ ઈરાની

BJP નેતા સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠીથી હરાવ્યા હતા, ત્યારબાદ તેઓ સતત કોંગ્રેસના નિશાના પર છે. હવે જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો ત્યારે કોંગ્રેસના નેતાઓએ તેમને અહંકારી ગણાવ્યા હતા અને આગળ ઘણું કહ્યું હતું. યુપી કોંગ્રેસ કમિટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે ચૂંટણી દરમિયાન સ્મૃતિ ઈરાનીને માનસિક રીતે અસ્વસ્થ ગણાવ્યા ગર. તેમણે કહ્યું હતું કે, સ્મૃતિ ઈરાનીની માનસિક તબિયત સારી દેખાતી નથી, હું PM મોદીને અપીલ કરીશ કે તેમની માનસિક સારવાર વહેલી તકે કરાવવામાં આવે.

આ પણ જૂઓ: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: વચગાળાના જામીન થયા મંજૂર

Back to top button