ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શરદ પવારને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, NCPમાં બળવા પછીની પહેલી મુલાકાત

Text To Speech

NCPમાં ચાલી રહેલી રાજકીય લડાઈ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુરુવારે (6 જુલાઈ) શરદ પવારને તેમના નિવાસસ્થાને મળવા દિલ્હી પહોંચ્યા હતા. NCPમાં વિભાજન બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં રાહુલ ગાંધી અને શરદ પવારની મુલાકાત થઈ હતી.

આ બેઠક પર શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમને મળવા આવ્યા હતા. તેમણે ખાતરી આપી કે અમે બધા સાથે છીએ. અમારી પાસે બધું છે. કેટલાક લોકો જતા રહે તો પણ વાંધો નથી. શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમારા પક્ષમાં છે. ધારાસભ્યો તૂટવાનો મતલબ એ નથી કે પક્ષ તુટી ગયો છે.

શરદ પવાર ગુરુવારે જ દિલ્હી પહોંચ્યા છે. તેમણે રાજધાનીમાં તેમના નિવાસસ્થાને NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી. આ બેઠકમાં પીસી ચાકો, જીતેન્દ્ર આવ્હાડ, ફૌઝિયા ખાન અને વંદના ચવ્હાણ સહિત એનસીપીના 13 નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ શરદ પવારે કહ્યું કે હું જ NCPનો અધ્યક્ષ છું, જો કોઈ ખોટો દાવો કરી રહ્યું છે તો તેમાં કોઈ સત્યતા નથી.

પવારે કહ્યું કે મને ખુશી છે કે જેમને હાંકી કાઢવામાં આવ્યા હતા તેઓ સિવાય અન્ય લોકો આટલા ઓછા સમયમાં મીટિંગ માટે આવ્યા હતા. ટૂંક સમયમાં રાજ્યની સ્થિતિ બદલાશે અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાને મહારાષ્ટ્રના લોકો ફરીથી સત્તામાં લાવશે. અજિત પવારના બહુમત હોવાના દાવા પર શરદ પવારે કહ્યું કે સત્ય સામે આવશે. હવે અમે જે પણ કહીશું તે ચૂંટણી પંચ સમક્ષ કહીશું.

આ બેઠક બાદ પીસી ચાકોએ કહ્યું કે અમારી રાષ્ટ્રીય સમિતિની બેઠકમાં શરદ પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પાર્ટી પાસે 27 યુનિટ છે. આ તમામ 27 રાજ્ય એકમોએ NCP (શરદ પવાર) સાથે રહેવાની વાત કરી છે. એક પણ યુનિટે એવું નથી કહ્યું કે તેઓ શરદ પવાર સાથે નથી. ચાકોએ કહ્યું કે એનસીપી દર ત્રણ વર્ષે ચૂંટણી કરાવે છે, લોકો નિયમિત રીતે ચૂંટાય છે.

આ પણ વાંચો: શરદ પવારે પાર્ટીની બેઠક બાદ અજિત પવારને આપ્યો જવાબ, ‘હું NCP પ્રમુખ છું’

Back to top button