ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલે મોદી સરકાર પર કર્યા પ્રહાર, “હુમલાખોરો સંસદમાં ઘુસ્યા ત્યારે BJPના સાંસદો ભાગી ગયા”

Text To Speech

દિલ્હી, 22 ડિસેમ્બર 2023: I.N.D.I.A ગઠબંધનના 143 સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે વિરોધ પક્ષોએ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. સંસદની સુરક્ષામાં ક્ષતિઓ અને વીડિયો શૂટિંગ જેવા મુદ્દાઓ પર પણ રાહુલે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે જ્યારે સંસદમાં ઘુસણખોરી થઈ ત્યારે ભાજપના સાંસદો ભાગી ગયા.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને અનેક સવાલો પૂછ્યા હતા. રાહુલે પૂછ્યું કે સંસદની સુરક્ષામાં કઈ રીતે ક્ષતિ રહી, આ યુવાનો સંસદની અંદર કેવી રીતે આવ્યા? સંસદની અંદર ગેસ સ્પ્રે કેવી રીતે લવાયો, જો તેઓ ગેસ સ્પ્રે લાવી શકે તો સંસદમાં કંઈપણ લાવી શકે. રાહુલે કહ્યું, સવાલ એ પણ છે કે આ યુવાનો સંસદમાં કેમ ઘૂસ્યા? તેમણે કહ્યું કે, આનું કારણ બેરોજગારી છે. આજે દેશના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. દેશમાં ભારે બેરોજગારી છે.

ગાંધી પરિવાર શા માટે “યુપી જોડો યાત્રા”માંથી ગાયબ છે?

આ પહેલા લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ વિપક્ષના વિરોધને સંબોધિત કરતા કહ્યું કે, મોદી સરકારના ઘમંડને તોડવાનો સમય આવી ગયો છે. જો મોદી સરકાર એવું વિચારે છે કે તે સાંસદોને સસ્પેન્ડ કરીને અમને ડરાવી શકે છે અથવા ઝુકી શકે છે, પરંતુ I.N.D.I.A ગઠબંધન ન તો ડરે છે કે ન ઝૂકે છે, અમે લડત માટે તૈયાર છીએ. કારણકે લડાઈ આપણા લોહી, DNA અને ઈતિહાસમાં છે. તે જ સમયે, કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, જો દેશની સંસદમાં લોકોને અવાજ ઉઠાવવાની મંજૂરી નથી, તો સંસદની શું જરૂર છે? મોદી સરકાર દેશના બંધારણનું ગળું દબાવી રહી છે. આજે ભારતની લોકશાહી ખતરામાં છે. આવી સ્થિતિમાં I.N.D.I.A ગઠબંધન ચૂપ નહીં રહે, અમે અમારા અંતિમ શ્વાસ સુધી દેશના લોકો માટે લડીશું.

Back to top button