ઉમરાન મલિક સાથે રાહુલ દ્રવિડની વાતચીત, ડેબ્યૂની શક્યતા વધી


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 સીરીઝ 9 જૂનથી શરૂ થઈ રહી છે. આ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારી શરૂ કરી દીધી છે. સોમવારે ટીમ ઈન્ડિયાનું પહેલું પ્રેક્ટિસ સેશન હતું. હાર્દિક પંડ્યા સિવાય લગભગ આખી ટીમ અહીં જોવા મળી હતી.

પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ લાંબા સમય સુધી ઉમરાન મલિક સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તેનાથી એવી આશા રાખવામાં આવી રહી છે, કે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20માં ઉમરાન મલિકને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે.

કોચ રાહુલ દ્રવિડ પણ યુવા ફાસ્ટ બોલર આવેશ ખાનને કેટલીક ખાસ ટિપ્સ આપતા જોવા મળ્યા હતા.

લગભગ ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહેલો દિનેશ કાર્તિકે યુવા ખેલાડીઓ સાથે મજાક કરતો જોવા મળ્યો હતો.

વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને ઉમરાન મલિક પણ કંઈક જોઈને હસતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન નવરાશની કેટલીક પળોમાં ખેલાડીઓ એકબીજા સાથે વાત કરતા પણ જોવા મળ્યા હતા. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પણ આ વખતે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. આ આઈપીએલમાં તેણે ડેથ ઓવરોમાં જોરદાર બોલિંગ કરી હતી.