ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેશે, BCCIની જાહેરાત

  • BCCIએ આગામી શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જાહેરાત કરી છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો, જેને ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે.

મુંબઈ, 29 નવેમ્બર: ICC વર્લ્ડ કપ 2023 બાદ હવે BCCI દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ODI વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે રમાઈ હતી. આમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો, ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો. મોટી વાત એ છે કે આ જ દિવસે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે શું રાહુલ દ્રવિડ મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે અથવા BCCI કોચ તરીકે નવા અનુભવી ખેલાડીની નિમણૂક કરશે. પરંતુ આ સવાલ પર બીસીસીઆઈએ રોક લગાવી દિધી છે. બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેશે.

રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેશે

BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફના કોન્ટ્રાક્ટને વધારવાની જાહેરાત કરી છે. હાલમાં જ BCCI અને રાહુલ દ્રવિડ વચ્ચે વાતચીત થઈ હતી અને ત્યારબાદ કાર્યકાળ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું છે કે, ‘ટીમ ઈન્ડિયાની સફળતામાં રાહુલ દ્રવિડનું વિઝન, પ્રોફેશનલિઝમ અને પ્રયત્નો મહત્વપૂર્ણ સ્તંભ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે તેઓ માત્ર પડકારોને સ્વીકારવા માટે જ નહીં પરંતુ તેમાંથી આગળ વધવા માટે પણ પ્રશંસા પામે છે’. બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે, ‘મેં તેમની નિમણૂક સમયે જ કહ્યું હતું કે મુખ્ય કોચની ભૂમિકા નિભાવવા માટે રાહુલ દ્રવિડથી સારો કોઈ વ્યક્તિ નથી અને દ્રવિડે પોતાના પ્રદર્શનથી ફરીથી તે સાબિત કરી દીધું છે’.

મુખ્ય કોચની જવાબદારી સંભાળવા પર રાહુલ દ્રવિડે શું કહ્યું?

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું નિવેદન પણ આવ્યું છે. દ્રવિડે કહ્યું કે, ‘ટીમ ઈન્ડિયા સાથેના છેલ્લા બે વર્ષ એકદમ યાદગાર રહ્યા છે. અમે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. અને આ દરમિયાન ટીમની અંદર સપોર્ટ અને સહાનુભૂતિ જોવા મળી છે. મને ખરેખર ગર્વ છે, અમારી ટીમમાં જે કુશળતા અને પ્રતિભા છે તે અસાધારણ છે.’

રાહુલ દ્રવિડ દક્ષિણ આફ્રિકા જશે

રાહુલ દ્રવિડની બીજી મુદતમાં પ્રથમ અસાઇનમેન્ટ ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ હશે, જે 10 ડિસેમ્બરથી શરૂ થશે. ત્રણ T20 અને ત્રણ ODI મેચ રમાશે. તેમાં સેન્ચુરિયન (26 ડિસેમ્બરથી) અને કેપ ટાઉન (3 જાન્યુઆરીથી)માં બે ટેસ્ટ રમાશે. ત્યાર બાદ જૂનમાં T20 વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે.

આ પણ વાંચો: આ સિરીઝમાં નહીં રમે વિરાટ! તો હવે ક્યારે જોવા મળશે કિંગ કોહલી મેદાનમાં ?

Back to top button