આવતીકાલે મહાકુંભમાં ડુબકી લગાવશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, 1000 કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ સ્નાન કરશે


પ્રયાગરાજ, 15 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 16 ફેબ્રુઆરીએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના આવવાના કાર્યક્રમ લગભગ ફિક્સ થઈ ચુક્યો છે. આ દરમ્યાન તેઓ પૂજા અર્ચના કરવાની સાથે સાથે કોંગ્રેસ સેવા દલના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. કોંગ્રેસે આ આયોજનને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.
કોંગ્રેસ સેવા દળની શિબિર બન્યું કેન્દ્ર
મહાકુંભમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા સેક્ટર 15, તુલસી માર્ગ પર એક મોટી શિબિર લગાવી છે. રાહુલ અને પ્રિયંકા આ શિબિરમાં સેવા દળના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને મહાકુંભમાં થઈ રહેલા સામાજિક અને ધાર્મિક કાર્યોની જાણકારી લેશે.
1000 કોંગ્રેસી પણ લગાવશે આસ્થાની ડુબકી
કોંગ્રેસ નેતાઓ અનુસાર રાહુલ અને પ્રિયંકા સાથે લગભગ 1000 કોંગ્રેસ સંગમમાં સ્નાન કરશે. અમુક નેતાઓનું કહેવું છે કે 5થી 10 ફેબ્રુઆરીની વચ્ચે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહીં સંગમમાં સ્નાન માટે આવી શકે છે.
પ્રિયંકા ગાંધીને કુંભ સાથે વિશેષ લગાવ
પ્રિયંકા ગાંધી આ અગાઉ પણ ઘણી વાર સંગમમાં સ્નાન કરી ચુકી છે. તેઓ 11 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા અને સંગમમાં સ્નાન કર્યા બાદ પૂજા પાઠ કર્યા હતા. તેમણે બોટ યાત્રા દરમ્યાન પ્રયાગરાજથી વારાણસી સુધીની યાત્રા પણ કરી હતી. આ ઉપરાંત 2019માં અર્ધકુંભમાં પણ તેમને સંગમમાં ડુબકી લગાવી હતી.
આ પણ વાંચો: મનોરંજનના નામ પર કંઈ પણ બકવાસ કરશો? સમય રૈના અને રણવીરનો પંકજ ત્રિપાઠીએ ઉધડો લીધો