ટ્રેન્ડિંગધર્મ

2025 સુધી રાહુ રહેશે મીન રાશિમાં, આ લોકોની તકલીફો વધી શકે

Text To Speech
  • 2025 સુધી રાહુ મીન રાશિમાં રહેશે. રાહુ વર્તમાનમાં મીન રાશિમાં વિરાજમાન છે અને ઉલ્ટી ચાલમાં ગોચર કરી રહ્યો છે. આવા સંજોગોમાં રાહુની આ ઉલ્ટી ચાલ કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

માયાવી અને છાયા ગ્રહ કહેવાતા રાહુની દરેક ચાલ મહત્ત્વની માનવામાં આવે છે. રાહુની ઉલ્ટી ચાલ કેટલાક લોકો માટે નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે, કેટલાક લોકોની કિસ્મતના તાળા પણ ખોલી શકે છે. રાહુ વર્તમાનમાં મીન રાશિમાં વિરાજમાન છે અને ઉલ્ટી ચાલમાં ગોચર કરી રહ્યો છે. 30 ઓક્ટોબરના દિવસે ઉલ્ટી ચાલ ચાલીને રાહુએ બપોરે 2.13 વાગ્યે મેષ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. 2025 સુધી રાહુ મીન રાશિમાં રહેશે. આવા સંજોગોમાં રાહુની આ ઉલ્ટી ચાલ કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

ધન રાશિ

રાહુનુ ગોચર ધન રાશિના લોકો માટે મિક્સ પરિણામો આપશે. તમારે પ્રોપર્ટી કે શેર માર્કેટમાં રોકાણ કરવાથી બચવુ જોઈએ. ઘરમાં કલેશનો માહોલ બની શકે છે. તમારા કામ બગડી શકે છે. તમે પોલિટિક્સમાં ફસાઈ શકો છો. તમારે હેલ્થનું ધ્યાન રાખવાની પણ જરૂર છે.

2025 સુધી રાહુ રહેશે મીન રાશિમાં, આ લોકોની તકલીફો વધી શકે hum dekhenge news

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે રાહુની ઉલ્ટી ચાલ ફાયદાકારક માનવામાં આવી રહી નથી. રાહુ 12મા ભાવમાં ગોચર કરતા આર્થિક સ્થિતિ પર નજર કરશે. તમારા ખર્ચા વધી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ફોકસ કરવા માટે મહેનત કરવી પડશે. વૈવાહિક જીવનમાં તકલીફો થઈ શકે છે. સાથી સાથે અણબનાવ પણ થઈ શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે રાહુનુ ગોચર શુભ માનવામાં આવતુ નથી. તમારા અષ્ટમ ભાવમાં રાહુએ ગોચર કર્યું છે. આવા સંજોગોમાં તમને આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો થઈ શકે છે. હેલ્થ માટે તમારો ખર્ચ વધી શકે છે. તમે વાદ-વિવાદમાં ફસાઈ શકો છો.

આ પણ વાંચોઃ મિઝોરમમાં સત્તા પરિવર્તન, ભાજપના સાથીપક્ષની હાર: ZPM બેઠક પર આગળ

Back to top button