2024માં રાહુ રહેશે મીન રાશિમાંઃ આ રાશિઓની કિસ્મતના દરવાજા ખુલશે
- રાહુએ 30 ઓક્ટોબરના દિવસે મેષ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. રાહુની ઉલ્ટી ચાલ કેટલીક રાશિઓ પર ભારે પડી શકે છે
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને માયાવી ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાહુની ચાલનું પણ વિશેષ મહત્ત્વ છે. રાહુ હંમેશા વક્રી ચાલમાં ગોચર કરે છે. હાલ રાહુ મીન રાશિમાં વિરાજમાન છે, જે 2024માં ગોચર કરશે. રાહુએ 30 ઓક્ટોબરના દિવસે મેષ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. રાહુની ઉલ્ટી ચાલ કેટલીક રાશિઓ પર ભારે પડી શકે છે, તો કેટલીક રાશિઓના ભાગ્યોદયનું કારણ બની શકે છે. 2024માં મીન રાશિમાં વિરાજમાન રાહુ કઈ રાશિના જાતકોને લાભ આપશે?
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે રાહુની સ્થિતિ ફાયદાકારક સાબિત થશે. આ વર્ષે તમારા માટે સફળતાના નવા માર્ગ ખુલશે. જોબ કરી રહેલા લોકોને નવા ટાસ્ક મળશે. પ્રોપર્ટી ખરીદીના યોગ છે. નાની મોટી મુશ્કેલીઓને તમે સરળતાથી પાર કરી શકશો. લવ લાઈફમાં રોમાન્સ રહેશે.
મેષ રાશિ
2024નું રાહુનું ગોચર મેષ રાશિના લોકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે ખતમ થઈ જશે. નવી તકો મળશે. કરિયરમાં તમારી સ્ટ્રગલ રંગ લાવશે. પ્રમોશનના પણ યોગ છે. હેલ્થ પર ફોકસ કરવાની જરૂર છે. તમે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો.
કન્યા રાશિ
રાહુની ઉલ્ટી ચાલ કન્યા રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. તમને તમારા ફ્રેન્ડ્સનો સપોર્ટ મળશે. હેલ્થમાં સુધારો થશે. વેપારીઓને નવો વેપાર શરૂ કરવા માટે કોઈ સારી ડીલ મળી શકે છે. ઘરમાં સુખ અને શાંતિ જળવાયેલા રહેશે. ધાર્મિક કાર્યોમાં પણ મન લાગશે.
આ પણ વાંચોઃ મકરસંક્રાંતિનું શું છે મહત્ત્વઃ તેની સાથે જોડાયેલી તમામ વાતો જાણો