ધર્મ

નવા વર્ષમાં આ રાશિઓને પરેશાન કરી શકે છે રાહુઃ જાણો બચવાના ઉપાય

Text To Speech

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ બાદ રાહુની ચાલ સૌથી ધીમી હોય છે. આ ગ્રહ હંમેશા વક્રી ચાલ એટલે કે ઉંધી ચાલ ચાલે છે અને લગભગ દોઢ વર્ષના સમયગાળામાં પોતાની રાશિ બદલે છે. વર્ષ 2023માં રાહુની ચાલ પર નજર કરીએ તો આ ગ્રહ 30 ઓક્ટોબર 2023 સુધી મંગળના સ્વામિત્વવાળી મેષ રાશિમાં રહેશે. ત્યારબાદ મેષ રાશિમાંથી નીકળીને ગુરુના સ્વામીત્વ વાળી મીન રાશિમાં જશે. જ્યોતિષિઓનું કહેવું છે કે નવા વર્ષમાં રાહુ પાંચ રાશિના જાતકોને બહુ વધારે પરેશાન કરશે. આવો તે રાશિઓ વિશે વિસ્તારથી જાણીએ.

નવા વર્ષમાં આ રાશિઓને પરેશાન કરી શકે છે રાહુઃ જાણો બચવાના ઉપાય hum dekhenge news

મેષ
રાહુના લીધે તમે દરેક કામમાં ઉતાવળ કરશો અને તેના લીધે સમસ્યા આવી શકે છે. આ દરમિયાન તમે મોટા ષડયંત્રોનો પણ શિકાર બની શકો છો. લોકો સાથે તમારા ઝઘડા કે વિવાદ વધી શકે છે. ઘરના સભ્યો સાથે પણ તમારે અણબનાવ થઇ શકે છે.

વૃષભ
નવા વર્ષમાં રાહુ તમારા ખર્ચામાં વધારો કરશે. રાહુ તમને નકામા ખર્ચાઓ કરાવશે. તમે વિચાર્યા વગર નાણાં વાપરશો. રાહુ તમને માનસિક રીતે પણ પરેશાન કરી શકે છે. શોર્ટકટ રીતે સફળતા મેળવવાની વાત તમને મુશ્કેલીમાં મુકી શકે છે. શારીરિક રીતે પણ તમારી પરેશાની વધી શકે છે.

તુલા
વ્યાપારિક બાબતોમાં તમે વધુ નિરંકુશ અનુભવી શકો તેમ બને. ઘણી વખત તમે સમજ્યા-વિચાર્યા વગર નિર્ણયો લેશો. તમારા બિઝનેસમાં નુકશાન થાય તેવું બની શકે છે. તમારે તમારા બિઝનેસ પાર્ટનર સાથે પણ સાવધાનીથી વર્તવુ પડશે. નોકરિયાત વર્ગે સાચવીને રહેવુ પડેશ, નહીંતો સહકર્મી સાથે વિવાદ વધશે.

મકર
રાહુ તમારા જીવનમાં ચઢાવ ઉતારની સ્થિતિ લાવશે. પારિવારિક સંબંધ કમજોર બનશે. તમને પારિવારિક જીવનમાં શાંતિ માટે ખુબ પ્રયાસો કરવા પડશે. દાંપત્ય જીવનમાં સમસ્યાઓ થઇ શકે છે. તમારે શાંતિથી કામ લેવુ પડશે. તમારે ધીરજ બતાવવી પડશે.

મીન
આ વર્ષે રાહુ તમને ઉત્તમ ધનની પ્રાપ્તિ કરાવશે. જોકે તમે જેટલુ ધનની નજીક જશો તેટલુ તમે પરિવારથી દુર થશો. પરિવારથી કપાયા હોવાનો અહેસાસ થશે. સંતુલિત ભોજનના અભાવે તમારે હેલ્થ ઇશ્યુ થઇ શકે છે. તેથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પ્રત્યે જાગૃત રહેવુ પડશે.

નવા વર્ષમાં આ રાશિઓને પરેશાન કરી શકે છે રાહુઃ જાણો બચવાના ઉપાય hum dekhenge news

રાહુના પ્રભાવથી બચવાના ઉપાય

  • રાહુ મંત્રનો જાપ કરો
  •  બુધવારના રોજ જવ, સરસવ, સિક્કા , સાત ધાન્ય, ભુરા કે નીલા કપડાનું દાન કરો.
  • રાહુ યંત્રની પુજા કરો
  • રાહુના પ્રભાવથી બચવા માટે કુતરાને રોટલી ખવડાવો
Back to top button