સફારી થીમ પાર્ટીમાં સેલિબ્રેટ કરાયો રાહા કપૂરનો બીજો બર્થડે, જુઓ તસવીરો


- કપૂર અને ભટ્ટ પરિવારે સાથે મળીને 6 નવેમ્બરે રાહા કપૂરનો બીજો બર્થડે ઉજવ્યો હતો, જેની પાર્ટીની કેટલીક ઝલક સામે આવી છે
7 નવેમ્બર, મુંબઈઃ બોલિવૂડના સૌથી લવિંગ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડલી પુત્રી રાહા હવે બે વર્ષની થઈ ગઈ છે. કપૂર અને ભટ્ટ પરિવારે સાથે મળીને 6 નવેમ્બરે રાહા કપૂરનો બીજો બર્થડે ઉજવ્યો હતો, જેની કેટલીક ઝલક સામે આવી છે. રાહાના બીજા જન્મદિવસની થીમ જંગલ સફારી હતી. ગ્રીન ટૂ-ટાયર કેક, રીંછ, વાંદરા અને મિકી – મિની માઉસ જેવા પાત્રોથી સજાવેલી આ પાર્ટીની અંદરની તસવીરો સામે આવી છે.
રણબીર અને આલિયાએ તેમની લિટલ એન્જલના જન્મદિવસને સ્પેશિયલ બનાવવા માટે ખાસ જંગલ સફારી થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ માટેની કેક પણ જંગલ થીમ પર જ રાખવામાં આવી હતી. આલિયાની બહેન પૂજા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર પાર્ટીની સુંદર તસવીરો શેર કરી છે. રાહા માટે ખાસ ગ્રીન જંગલ થીમ કેક રાખવામાં આવી હતી જેના પર લાયન, બની અને બિયર જેવા કેરેક્ટર હતા.
બર્થડે પર રાહાના પ્રિય નાનૂ મહેશ ભટ્ટે પણ કાર્ટૂન કેરેક્ટર્સ સાથે પોઝ આપ્યો હતો. ડેકોરેશનની વાત કરીએ તો ગ્રીન સફારી થીમ પર લોકેશનને ટેડી બિયર, વાંદરા અને લીલાછમ વૃક્ષોથી શણગારવામાં આવ્યું હતું.
View this post on Instagram
આલિયા ભટ્ટે પણ રાહાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેના ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ નોટ લખી છે. આ સાથે ત્રણેયનો એક સુંદર ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જે રાહાના બાળપણનો છે જ્યારે તેનો જન્મ થયો હતો. આલિયાની માતા સોની રાઝદાને પણ તેના મિત્રો સાથે રાહાની બર્થડે પાર્ટી એન્જોય કરી હતી.
View this post on Instagram
આ પણ વાંચોઃ The Sabarmati Report ફિલ્મનું ટ્રેલર રિલિઝ, જૂઓ ઇતિહાસ અને તેની સાથે ચેડાંની વાત