ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની જાણીતી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનું રેગિંગ

Text To Speech

ગુજરાતની જાણીતી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનું રેગિંગ થયુ છે. જેમાં નેકની A+ ગ્રેડ યુનિ.ની વિદ્યાર્થિનીના આક્ષેપથી સનસની મચી ગઇ છે. તેમાં એમ. એસ.યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલના K.G. હોલમાં વિદ્યાર્થિનીઓનું રેગિંગ થયુ છે. જેમાં આરોપ છે કે સિનિયરો વિદ્યાર્થિનીઓનો જુનિયર પાસે કપડાં ધોવડાવે છે.

નેકની A+ ગ્રેડ મળ્યા બાદ વિવાદના કેન્દ્રમાં

વડોદરા શહેરની MSUની ગર્લ્સ હોસ્ટેલના કસ્તુરબા ગાંધી હોલમાં જુનિયર વિદ્યાર્થિનીઓ સાથે રેગિંગ કરાતું હોવાની વાત પ્રકાશમાં આવ્યુ છે. એક વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો છે કે, K.G.હોલમાં કેટલીક સિનિયર વિદ્યાર્થિનીઓ જુનિયર પાસે કપડા ધોવડાવવા સાથે પાણી પણ ભરાવે છે.
વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિ.ને નેકની A+ ગ્રેડ મળ્યા બાદ વિવાદના કેન્દ્રમાં છે.

ગર્લ્સ હોસ્ટેલમાં વિધાર્થિનીઓ વચ્ચે બબાલ

ગર્લ્સ હોસ્ટેલ મુદ્દે વિધાર્થીઓએ ચીફ વોર્ડનની ઓફિસ ખાતે ભારે હંગામો કર્યો હતો. આ મામલે આજે ગર્લ્સ હોસ્ટેલમાં આંદોલનમાં ભાગ લેનાર વિદ્યાર્થિનીને K.G. હોલની હોસ્ટેલ કમિટીની કેટલીક વિદ્યાર્થિનીઓએ ધમકી આપી હતી. K.G. હોલની વિદ્યાર્થિનીઓ VVSની જૂથની વિદ્યાર્થિની પર હુમલો કરવાના ઈરાદે P.G.હોલ ખાતે ધસી ગઈ હતી. જોકે વિજિલન્સની ટીમ સમયસર ત્યાં પહોંચી જતા મામલો થાળે પડયો હતો.

ચાર મહિનાથી જુનિયર્સ વિદ્યાર્થિનીઓ પાસે કપડા ધોવડાવે છે

વિદ્યાર્થીઓના ક્લાસ યોગ્ય સમયે ચાલુ ન કરવા, રિઝલ્ટ સમયસર જાહેર ન કરવું, વારંવાર પરીક્ષાની તારીખો બદલવી, મહિલા લેક્ચરરની છેડતી અને નમાઝ પઢાવા વગેરે જેવી ઘટનાઓ બાદ હવે રેગિંગની વાતો બહાર આવી રહી છે. આ મામલે ગંભીર આક્ષેપ કરતી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ગર્લ્સ હોસ્ટેલના કે.જી. હોલમાં કેટલીક સિનિયર વિદ્યાર્થિનીઓ જુનિયર વિદ્યાર્થિનીઓ પાસે કામ કરાવે છે. સિનિયર વિદ્યાર્થિનીઓ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી જુનિયર્સ વિદ્યાર્થિનીઓ પાસે કપડા ધોવડાવે છે.

વોર્ડન જવાબદાર વિદ્યાર્થિનીઓને છાવરે છે

આ ઉપરાંત કેટલીક જુનિયર વિદ્યાર્થિનીઓ પાસે પાણી ભરાવવાનું કામ પણ કરાવે છે. બીજી તરફ, વિદ્યાર્થિનીઓના ઘરે ફોન કરાવી વાલીઓની ખોટી ચઢામણી કરવામાં છે. વોર્ડનને જવાબદાર વિદ્યાર્થિનીઓને છાવરતા હોવાથી ભોગ બનનાર વિદ્યાર્થિનીઓ ફરિયાદ કરતા પણ ડરે છે.

Back to top button