થોડા સમય અગાઉ જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત જોડો યાત્રામાં જોડાયા હતા ત્યારે ભાજપ દ્વારા તેમની ટીકા કરાઇ હતી. રઘુરામ રાજન મોદી સરકારની નીતિઓ ની અનેક વખત ટીકા ટિપ્પણી કરી ચૂક્યા છે. રઘુરામ રાજન દ્વારા 2023 ની ભારતની અર્થવ્યવસ્થા વિષે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે કહ્યું હતું કે 2023 માં ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા માટે આ વર્ષ કઠિન રહેશે.
આ પણ વાંચો : આર્મેનિયામાં આર્મી બેરેકમાં ભીષણ આગ, 15 જવાનોના મોત, 3ની હાલત ગંભીર
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મોદી સરકાર દેશની અર્થવ્યવસ્થા ને કાબૂ કરવામાં નિષ્ફળ નીવડી છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટેની સરકારની નીતિઓ એ તેમણે ખાસી અસર કરી છે. સરકારે મધ્યમ અને ગરીબ વર્ગ માટે જે નીતિઓ બનાવી હતી તે નીતિઓ તેમના માટે નુકસાનકારક રહી જેના કારણે દેશ ની આર્થિક વ્યવસ્થા વર્ષ 2023 માં નબળી રહશે તેવો દાવો રઘુરામ રાજને કર્યો હતો.
રાહુલ ગાંધી વિષે વાત કરતાં તેમણે કહ્યું હતું કે હું તેમણે છેલ્લા દસ વર્ષથી ઓળખું છું, તેઓ પપ્પુ નહીં પણ સ્માર્ટ નેતા છે. તેમણે રાહુલ ગાંધી ના વખાણ કરતાં કહ્યું હતું કે તેમણે તેમની પ્રથમિક્તાઓ ખબર છે અને તેઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા માં જોડાવા પર રાજને કહ્યું કે યાત્રા ના સિદ્ધાંતો પર મને વિશ્વાસ હતો એટલે હું જોડાયો હતો અને એમની સાથે હું ઊભો છું. હું ક્યારેય કોઈ રાજનૈતિક પાર્ટીમાં જોડાવાનો નથી.