બાહુબલી નેતા રાજા ભૈયા વિરુદ્ધ દિલ્હીમાં FIR નોંધાઈ, જાણો શું છે મામલો


નવી દિલ્હી, 09 માર્ચ 2025: દિલ્હીના સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના નેતા રધુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયા વિરુદ્ધ FIR નોંધાઈ છે. તેમના વિરુદ્ધ પત્નીને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના ફરિયાદ પર FIR નોંધાઈ છે. હાલમાં પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે.
પોલીસનું કહેવું છે કે, સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના નેતા રધુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયા વિરુદ્ધ FIR નોંધાઈ છે. આ મામલો પહેલાથી ક્રાઈમ અગેંસ્ટ વૂમેન સેલમાં ચાલી રહ્યો હતો. મામલો મીડિએશન સેન્ટર પણ ગયો હતો. પણ ત્યાર બાદ મામલો જ્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યો તો કેસ નોંધાયો.
અહીં ઉલ્લેખનિય છે કે, રાજા ભૈયા અને તેમની પત્ની ભાનવી સિંહના છુટાછેડાનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ભાનવીએ છૂટાછેડા મામલામાં દિલ્હીની સાકેત કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું હતું. જેમાં તેમણે પતિ રાજા ભૈયા પર શારીરિક અને માનસિક શોષણ કરવાની સાથે જ એક મહિલા પત્રકાર સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો.
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ભાનવી સિંહે કહ્યું કે, પતિને એક મહિલા પત્રકાર સાથે અફેરના કારણે તેમને ઘરમાંથી કાઢી મુક્યા. એટલું જ નહીં સાસરિયે પાછી આવવા દીધી નહીં. જો કે બાદમાં ભાનવીએ એવું પણ કહ્યું કે, તેઓ મારા પતિ અને મારા બાળકોના પિતા છે. હું છૂટાછેડા આપવા નથી માગતી. હું ક્યારેય છૂટાછેડા નહીં આપું. મારા બાળકોની સુરક્ષા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છું.
આ પણ વાંચો: IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ કોણ જીતશે? જ્યોતિષાચાર્યએ કરી મોટી ભવિષ્યવાણી