રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાના રિલેશન ‘કન્ફર્મ’?: શું કહ્યું AAP સાંસદે?
બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં તેના રિલેશનશિપના સમાચારોને લઇને વિવાદોમાં છે. પરિણીતીનું નામ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોડવામાં આવી રહ્યું છે. એવા સમાચાર છે કે બંને રિલેશનમાં છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની ડેટિંગની ચર્ચાઓની વચ્ચે હવે AAP સાંસદ સંજીવ અરોરાના ટ્વીટે બંનેના સંબંધોને ‘કન્ફર્મેશન’ આપ્યુ છે.
પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથેના સંબંધો પર અત્યાર સુધી મૌન સેવ્યુ છે. ફેન્સ તેમના રિએક્શનની રાહ જોઇ રહ્યા છે, પરંતુ આ બધા સમાચારોની વચ્ચે AAP સાંસદ સંજીવ અરોરાએ શુભેચ્છાઓ આપીને પરિણીતી અને રાઘવના સંબંધો કન્ફર્મ કર્યા છે.
સંજીવ અરોરાએ શું ટ્વીટ કર્યુ?
સંજીવ અરોરાએ પોતાના ટ્વીટમાં પરિણીતી અને રાઘવ ચઢ્ઢાનો ફોટો શેર કર્યો છે. બંનેના ફોટો સાથે કેપ્શનમાં તેમણે લખ્યુ છે કે હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હાર્દિક અભિનંદન આપુ છુ. હું આશા રાખુ છુ કે બંનેનો સાથ પ્રેમ, આનંદ અને કમ્પેનિયનશિપથી ભરેલો રહે. મારી હાર્દિક શુભકામનાઓ.
I extend my heartfelt congratulations to @raghav_chadha and @ParineetiChopra. May their union be blessed with an abundance of love, joy, and companionship. My best wishes!!! pic.twitter.com/3fSWVT4evR
— Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023
કેવી રીતે શરૂ થઇ હતી રિલેશનશિપની ચર્ચાઓ?
પરિણીતી ચોપરાને રાઘવ ચઢ્ઢા સાથે તાજેતરમાં મુંબઇમાં સ્પોટ કરવામાં આવી હતી. બંને એક સાથે લંચ અને ડિનર ડેટ્સને એન્જોય કરી રહ્યા હતા. ત્યારથી બંનેના રિલેશન ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. જોકે પરિણીતી અને રાઘવે હજુ સુધી આ સંબંધો અંગે કંઇ પણ કહ્યુ નથી. જ્યારે પરિણીતી અંગેના સવાલ પર રાઘવે કહ્યુ હતુ, મને રાજકારણના સવાલ કરો, પ્લીઝ પરિણીતી અંગેના સવાલ ન કરો.
શું છે રાઘવ-પરિણીતી કનેક્શન?
પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની સ્ટુડન્ટ હતી. રાઘવ ચઢ્ઢાએ પણ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને એકસાથે ‘ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ભારતમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે. ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડના સહયોગથી નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન દ્વારા આ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ નારી તું ન હારી : પાલનપુરના ગૃહિણીએ જાતે કાર ચલાવી છ વર્ષથી પથારીવશ પતિને ભારત ભ્રમણ કરાવ્યું