ટ્રેન્ડિંગમનોરંજન

આવતી કાલે રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાની સગાઈ, જાણો ગેસ્ટ લિસ્ટ

Text To Speech

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી એકબીજા સાથે જોવા મળી રહ્યા છે. સતત સાથે જોવા મળ્યા બાદ તેમના લગ્ન અને સગાઈને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.  હવે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આવતી કાલે(13 મે) સગાઈ કરવા જઈ રહ્યા છે. તો ચાલો, અમે તમને આપીએ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈ સંબંધિત તમામ માહિતી.

આવતીકાલે 13 મેના રોજ દિલ્હી ખાતે સગાઈ

રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ આવતીકાલે 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થશે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈની થીમ વિશે વાત કરીએ તો આ ખાસ દિવસ માટે બોલિવૂડ થીમ અપનાવવામાં આવી છે. તેમના જીવનના આ ખાસ દિવસે, રાઘવ ચઢ્ઢા પવન સચદેવાએ ડિઝાઈન કરેલો અચકન અને પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરશે.

આ સિવાય જો કાર્યક્રમના શેડ્યુલની વાત કરીએ તો, કાર્યક્રમ લગભગ સાંજે 5 વાગ્યે શરૂ થશે, સૌપ્રથમ સુખમણી સાહિબનો પાઠ થશે, ત્યારબાદ અરદાસ અને પછી રાત્રે 8 વાગ્યે સગાઈ અને ત્યારબાદ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

અરવિંદ કેજરીવાલ, પ્રિયંકા ચોપરા સહિતની હસ્તીઓ રહેશે હાજર

બી ટાઉન એકટ્રેસ પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચડ્ઢાની આ સગાઈ ક્લોઝ રિંગ સેરેમની કહી શકાય છે. જેમાં કુટુંબીજનો અને ક્લોઝ ફ્રેન્ડ્સના 150 લોકોને સગાઈમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. પરિણીતિ અને રાઘવના ખાસ મહેમાન વિશે વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને બોલિવૂડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરા સહિત રાજકારણ અને બોલિવૂડ સાથે જોડાયેલી ઘણી મોટી હસ્તીઓ આ સગાઈ સમારોહમાં હાજરી આપશે.

આ પણ વાંચો: ઉર્ફી જાવેદે પહેર્યો એવો ડ્રેસ કે ચા પીવી પણ થઈ ગઈ મુશ્કેલ!

 

Back to top button