ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટને પણ એપ્રૂવલ ન આપતાં લોકોમાં રોષ

Text To Speech
  • સર્વર ડાઉન બાદ અગાઉ બે દિવસ કામગીરી બંધ રહી હતી
  • પોલીસ પકડે તો લોકોને દંડના ભોગ બનવું પડે છે
  • ઓનલાઇન અરજીઓમાં દસ દિવસ સુધી નિકાલ થતો નથી

અમદાવાદ RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટને પણ એપ્રૂવલ ન આપતાં લોકોમાં રોષ ફેલાયો છે. જેમાં અમદાવાદમાં ત્રણેય RTOમાં લાઇસન્સ સહિતની પાંચ હજારથી વધુ અરજી પેન્ડિંગ છે. તેમજ લાઇસન્સ ન મળતાં ટ્રાફિક પોલીસ પકડે તો નાછૂટકે દંડ ભરવો પડે છે. તથા આરટીઓમાં આધાર બેઇઝ ફેસલેસની અરજી માટે વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર, રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO અને પોલીસને જાણ કરો

સર્વર ડાઉન બાદ અગાઉ બે દિવસ કામગીરી બંધ રહી હતી

શહેરની ત્રણેય આરટીઓમાં વાહનના કાચા સહિત પાકા લાઇસન્સની રિન્યુ, ડુપ્લિકેટ અને એડ્રેસ ચેન્જની ફેસલેસની પાંચ હજારથી વધુ અરજીઓ છેલ્લા દિવસથી પેન્ડિંગ છે. સર્વર ડાઉન બાદ અગાઉ બે દિવસ કામગીરી બંધ રહી હતી. આ પછી ફેસલેસની અરજીઓનો નિકાલ નહીં કરાતો હોવાથી હાલ ભરાવ થઇ ગયો છે. અલગ અલગ આરટીઓમાં આપેલા ડ્રાઇવિંગ ટેસ્ટની અરજીને પણ એપ્રૂવલ ન અપાતા અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી છે. આરટીઓમાં આધાર બેઇઝ ફેસલેસની અરજી માટે વ્યવસ્થા કરાઈ છે. જેના પગલે લોકો આરટીઓમાં આવવાના બદલે ઓનલાઇન અરજી કરે છે, પરંતુ ઓનલાઇન અરજીઓમાં પણ દસ દિવસ સુધી નિકાલ નહીં થતાં લોકોને રૂબરૂ ધક્કો ખાવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

પોલીસ પકડે તો લોકોને દંડના ભોગ બનવું પડે છે

કાચા લાઇસન્સ , લાઇસન્સની રિન્યુ, ડુપ્લિકેટ અને એડ્રેસ ચેન્જ માટેની ઓફલાઇન અરજી પછી એપ્રુવલની માથાકૂટ રહે છે. ઘણા કિસ્સામાં સપ્તાહ સુધી એપ્રૂવલ ન મળે તો લોકોને રૂબરૂ આવીને અરજી એપ્રુવલ કરવા રજૂઆત કરવી પડે છે. ફેસલેસમાં તો ઓનલાઇન અરજી અને પુરાવા ચકાસ્યા બાદ એપ્રુવલ જ આપવાનું છે. છતાં દસ દિવસ સુધી એપ્રૂવલ નહીં અપાતા લોકોને વાહનના પાકાં લાઇસન્સ વિના ફરવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આ સ્થિતિમાં પોલીસ પકડે તો લોકોને દંડના ભોગ બનવું પડે છે.

Back to top button