બિઝનેસ

સોશિયલ મીડિયા પર છવાયું રાધિકા મર્ચન્ટનું પર્સ, કિંમત જાણી ચોંકી જશો

  • રાધિકા મર્ચન્ટના પર્સની સોશિયલ મીડિયા પર ઉઠી ચર્ચા
  • પર્સની કિંમત 2 કરોડની આસપાસ હોવાનો અંદાજ
  • પર્સમાં સોના, હીરા અને ચાંદીથી જડેલા છે

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનમાં પહોંચેલી રાધિકા મર્ચન્ટના પર્સની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. મોબાઈલ કરતા નાના દેખાતા આ પર્સની કિંમત લગભગ 2 કરોડ હોવાનું કહેવાય છે.

 

રાધિકા મર્ચન્ટના પર્સે બધાનું ધ્યાન ખેંચ્યું

‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ઉદ્ઘાટન દરમિયાન, અનંત અંબાણી તેમની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે પહોંચ્યા હતા. અનંત અને રાધિકા બ્લેક આઉટફિટમાં ખુબ સુંદર દેખાતા હતા, પરંતુ રાધિકા મર્ચન્ટના પર્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રાધિકાના આ પર્સની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો રાધિકા મર્ચન્ટના પર્સની કિંમત કરોડોમાં છે.

રાધિકા મર્ચન્ટ પર્સ-humdekhengenews

ઈવેન્ટમાં રાધિકા મર્ચન્ટનો લુક

ઈવેન્ટમાં રાધિકા મર્ચન્ટ બ્લેક સાડીમાં જોવા મળી હતી. તેણીએ કાળી સાડી પહેરી હતી જેમાં ફ્રિન્ગ ડિટેલિંગ અને સફેદ ફ્લોરલ એમ્બ્રોઇડરી હતી. ડાયમંડ અને રૂબી નેકપીસ, ઇયરિંગ્સ અને મેચિંગ મોટી બંગડીઓએ તેનો લુક પૂરો કર્યો. રાધિકાએ તેના હાથમાં એક નાનું પર્સ લીધું હતું, જે જોવામાં એકદમ આકર્ષક હતું. આ પર્સની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. આ પર્સની કિંમત 2 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે.

 2 કરોડની કિંમતનું પર્સ

જો અહેવાલોનું માનવામાંઆવે તો, રાધિકા મર્ચન્ટની આ બેગ Hermes Kelly Morphos બ્રાન્ડની SAC Bijou ચેઇન સ્ટર્લિંગ સિલ્વર બેગ છે. તે યુએસમાં સૌથી મોંઘી બ્રાન્ડ છે. આ બેગની કિંમત મેડિસન એવન્યુ કોચરની વેબસાઈટ પર શેર કરવામાં આવી છે. આ બેગની કિંમત 235,000 ડોલર એટલે કે 1 કરોડ 93 લાખ 67 હજાર રૂપિયા છે.

રાધિકા મર્ચન્ટ પર્સ -humdekhengenews

મોબાઈલ કરતા નાનું છે પર્સ

કરોડોની કિંમતની આ બેગમાં ચેઇનમેલ બોડી, શોલ્ડર અને નેકલાઇન સ્ટ્રેપ ડિઝાઇન આપવામાં આવી છે. આ બેગ ફ્રાન્સમાં બનેલી છે. આ બેગની લંબાઈ અને પહોળાઈ ફોન કરતા ઓછી છે. તેની પહોળાઈ 4.25 ઈંચ અને લંબાઈ 2.75 ઈંચ છે. તેના હેન્ડલની લંબાઈ માત્ર 1.5 ઈંચ છે.

રાધિકા મર્ચન્ટ પર્સ-humdekhengenews

સોના, હીરા અને ચાંદીથી જડેલું પર્સ

આ બેગમાં રોઝ ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ, સોલિડ સિલ્વર, સ્પિનલ જેમસ્ટોન્સ અને હીરા જડેલા છે. તે એક શાનદાર નાઇટ પાર્ટી બેગ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. બેગની કિંમત કસ્ટમાઇઝ કરીને વધારી કે ઘટાડી શકાય છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ રાધિકા મર્ચન્ટની જ બેગ છે.

આ પણ વાંચો : યુવરાજસિંહનો મોટો ધડાકો ! સરકારી ભરતીમાં વધુ એક કૌભાંડનો કર્યો પર્દાફાશ

Back to top button