કોંગ્રેસની હાર પાછળ આ નેતા પર લાગ્યા ઓરોપ, પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને કરી ફરિયાદ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી સાથે જીત મેળવી છે ત્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. વાત કરવામાં આવે 2017ની તો કોંગ્રેસે 77 બેઠક મેળવી હતી પણ આ વખત 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્રને માત્ર 17 બેઠકો મળી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હારને લઈને ટોચના નેતાઓને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હારેલા ઉમેદવાર રઘુ દેસાઈએ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને જગદીશ ઠાકોર અને તેમની નજીકના લોકો પર પાર્ટીને હરાવવાના આરોપ લગાવ્યા છે.
આ પણ વાંચો: કેબિનેટ મંત્રી મૂળુ બેરાએ પ્રવાસન મંત્રી તરીકેનો કાર્યભાર સાંભળ્યો,જાણો શું કહ્યું
જગદીશ ઠાકોર પર લગાવ્યા આરોપ
રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેશાઈએ જગદીશ ઠાકોર પર ગંભિર આરોપ લગાવતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ લખ્યું હતુ કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં જ રહીને પાર્ટીની વિરુદ્ધ કામ કર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં જગદીશ ઠાકોર અને તેમની નજીકના સાથીઓએ પાર્ટીને હરાવવામાં ભાગ ભજવ્યો હોવાનું જણાવ્યું હતુ. ત્યારે આમ પાર્ટી વિરુદ્ધ કામ કરતા લોકોને કાબુમાં રાખવા જરુરી હોવા અંગે વાત કરી હતી. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.